ઉત્તરાખંડમાં પ્રવાસીઓ સાથેની કાર નદીમાં તણાઇ, 9 નાં મોત, 1 બાળકીને બચાવી લેવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 10:37:29
  • Views : 241
  • Modified Date : 2022-07-08 10:37:29

ઉત્તરાખંડમાં પ્રવાસીઓ સાથેની કાર નદીમાં તણાઇ, 9 નાં મોત, 1 બાળકીને બચાવી લેવાઈ

ઉત્તરાખંડનાં રામનગરમ શુક્રવારે એક દર્દનાક ઘટના બની છે. આ દુર્ઘટનામાં પર્યટકો સાથે ભરેલી એક ફોર વ્હીલર ભારે વરસાદ બાદ નદીનાં વ્હેણમાં તણાઇ હતી. આ ઘટનામાં 10 લોકો ગાડીમાં વહી ગયા હતા જેમાંથી 9 લોકોનાં મૃત્યુ થયા છે. 

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા 

અત્યંત કરુણ ઘટનામાં એક બાળકીને સુરક્ષિત બચાવી લેવામાં આવી છે. સૂચનાં મળતા જ SDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. જો કે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વહેલી સવારે બની ઘટના 

આ ઘટના વહેલી સવારે 5 વાગ્યાનાં સુમારે બની હોવાનું અનુમાન છે. પર્યટકો સાથેની ગાડી અર્ટીગા વાહન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મુસાફરો પંજાબનાં રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

Download Our B K News Today App



Related News