87 વર્ષ પહેલાં ગુજરાતથી મુંબઈ ગયેલા કુંભારોએ દીવાનું સૌથી મોટું બજાર બનાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 17:28:33
  • Views : 412
  • Modified Date : 2019-10-21 17:28:33

1932માં ગુજરાતથી વિસ્થાપિત થઈ મહારાષ્ટ્રમાં આવેલા કુંભાર પરિવારોએ વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના કુંભારવાડાને દીવાનું સૌથી મોટું બજાર બનાવી દીધું છે. 12.5 એકરમાં ફેલાયેલા આ વિસ્તારમાં એક હજાર પરિવાર માટીના દીવા, પોટ અને સજાવટની બીજી વસ્તુઓ બનાવે છે. આજકાલ અહીં દીવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં વેપારી ગોવા, સોલાપુર, નાગપુર, નાસિક, સુરત અને વડોદરાથી આવી રહ્યાં છે. આખા વર્ષમાં અહીં આશરે 10 કરોડ દીવા બનાવાય છે. જેના લીધે વિસ્તારને કુંભારવાડાને નવું નામ ‘પોટરી વિલેજ’ મળ્યું છે. અહીંના સૌથી મોટા ટ્રેડર નરોત્તમ ટાંકે કહ્યું કે ‘અમે અહીં બનેલા ડિઝાઈનર દીવાને અમેરિકા, બ્રિટન, કેનેડા અને ખાડી દેશો સુધી મોકલીએ છીએ. તેનું ઓનલાઈન વેચાણ પણ થવા લાગ્યું છે. એટલું જ નહીં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ પણ અહીંના કારીગરો સાથે હોનર શીખવા આવે છે. ખાડી માટે ક્લાસ પણ ચાલે છે.મોટી કંપનીઓ સુધી પહોંચાડે છે દીવા એવી જ એક ક્લાસ ચલાવનારા યુસુફ ગલવાની જણાવે છે કે આર્કિટેક, ઇન્ટિરિયલ ડેકોરેટર અને પોટરી આર્ટિસ્ટ કામ શીખવા માટે અહીં આવે છે. તેમના માટે 6 મહિનાના ક્લાસિસ ચાલે છે જેની ફી એક મહિનાની 7 હજાર રૂપિયા સુધીની છે. ધારાવી પ્રજાપતિ ઉત્પાદક સંઘના ઉપાધ્યક્ષ દેવજી ચિત્રોદા જણાવે છે કે પર્યાવરણને ધ્યાનમાં રાખી અહીં જૈવ ઇંધણથી ચાલતી ધૂમાડા વગરની ભઠ્ઠીઓ લગાવામાં આવી રહી છે. 7 ભઠ્ઠી બની ગઈ છે. પુરુષો સવારે 6થી સાંજે 7 સુધી ચાક ચલાવે છે અને મહિલાઓ માટીના ગોળા બનાવવા અને દીવાની ડિઝાઈન કરવામાં તેમની મદદ કરે છે. દરરોજ એક પરિવાર 2થી 5 હજાર દીવા બનાવી લે છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ પણ કામમાં મદદ કરે છે. દીવા અને પોર્ટ્સને ગેરુથી રંગવા અને ચિત્રકાળીનું કામ નવી પેઢી કરે છે. જ્યારે વ્યવસાયી ફાઉન્ડેશન અહીં બનેલા ડિઝાઈનર દીવા મોટી કંપનીઓ સુધી પહોંચાડવાનું કામ કરે છે.માટીનું હુન્નર દરેક પરિવાર વર્ષમાં એક લાખ દીવા બનાવે છે.ધારાવી પ્રજાપતિ સરકારી ઉત્પાદક સંઘના અધ્યક્ષ કમલેશ ચિત્રોદા જણાવે છે કે અહીં દરેક કુંભાર પરિવાર એક વર્ષમાં સરેરાશ એક લાખ દીવા બનાવે છે.તેનાથી મહિને 12થી 30 હજાર રૂપિયાની આવક થાય છે. દર વર્ષે અહીંથી 8થી 10 કરોડ દીવા વેચાય છે. આશરે 50 લાખ દીવા વિદેશ જાય છે. અહીં દીવા, પોટરી અને અન્ય સજાવટની વસ્તુઓનો વાર્ષિક વેપાર 1000 કરોડ રૂપિયાનો છે.

Download Our B K News Today App



Related News