80 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે હવે પોસ્ટલ બેલેટની સુવિધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 13:39:51
  • Views : 356
  • Modified Date : 2019-11-02 13:39:51

ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા વડીલો તેમજ દિવ્યાંગ મતદારો માટે સરકારી કર્મચારીઓની જેમ પોસ્ટલ બેલેટની સુવિધા મળશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેનો લાભ શહેર-જીલ્લાના 50 હજારથી વધુ વૃધ્ધો અને દિવ્યાંગ મતદારોને મળશે. ઉલ્લેખનિય છે કે, 80 વર્ષથી વધુ વય ધરાવતા 70 ટકા મતદારો મતદાનના દિવસે પોલીંગ બુથ સુધી પહોચી શકતા નથી. જેના પગલે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.5 દિવસમાં જ 12 ડી ફોર્મ ભરવું પડે ઈલેક્શન કમિશન છેલ્લા ઘણા સમયથી વૃધ્ધોને પોલીંગ સેન્ટર સુધી લાવવા-લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા ગોઠવી રહી છે. જ્યારે દિવ્યાંગ મતદારો માટે અલગથી પોલીંગ બુથ પણ બનાવવામાં આવી રહ્યાં છે. જેના કારણે વૃધ્ધો અને દિવ્યાંગ મતદારો પોલીંગ બુથ સુધી પહોચી રહ્યાં છે. ઈલેક્શન કમિશને 28 ઓક્ટોબરના રોજ વૃધ્ધો અને દિવ્યાંગ વોટરો માટે પોસ્ટલ બેલેટની સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે મતદારો જે વધુ વયના પગલે વોટ આપવા જઈ શકતા નથી તેમને મતદાનના દિવસે છુટછાટ આપવામાં આવશે. જેમાં સરકારી કર્મચારીઓની જેમ 80 વર્ષથી વધુ વયના વડિલો તેમજ દિવ્યાંગોને પોસ્ટલ બેલેટ આપવામાં આવશે. જેના માટે તેમને મતદાનની તારીખ જાહેર થાય તેના પાંચ દિવસની અંદર ફોર્મ 12 ડી ભરવાનું રહેશે. આ ફોર્મ તેમને રીટર્નીંગ ઓફિસરને ભરીને આપવાનું રહેશે. જ્યારે બાકીની પ્રક્રિયા ઈલેક્શન કમિશન પુરી કરી પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે.દિવ્યાંગ મતદારોને નોંધણી, મતદાન મથક સહિતની જાણકારી આપતી PWD એપ ચૂંટણી પંચ ધ્વારા દિવ્યાંગો માટે પર્સન વીથ ડિસએબીલીટી (પીડબલ્યુડી) એપ લોન્ચ કરવામાં આવી છે. પીડબલ્યુડી એપથી દિવ્યાંગ મતદારોએ જો મતદાર યાદીમાં નોંધણી ન કરી હોય તો તેવો નોંધણી કરાવી શકે છે. સાથે જ દિવ્યાંગ મતદારોને મતદાન સમયે વ્હીલ ચેર, મતદાન મથકની માહિતી, દિવ્યાંગોના ઘરેથી મતદાન મથક સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવા તેમજ દિવ્યાગોને મતદાનને લઈ માર્ગદર્શન એપ દ્વારા મળી શકશે

Download Our B K News Today App



Related News