8માં ધોરણના વિદ્યાર્થીની અરજી- મારું અવસાન થયું છે, અડધા દિવસની રજા જોઈએ છે;આચાર્યએ સ્વીકારી લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 17:12:38
  • Views : 1846
  • Modified Date : 2019-09-01 17:12:38

ઉત્તરપ્રદેશના કાનપુરની આઠમા ધોરણના વિદ્યાર્થીએ પોતાના અવસાનની વાત કહીને આચાર્ય પાસે રજા માગી છે. પ્રિન્સિપલે બેદરકારીનો નમૂનો રજુ કરતા અરજી પર ગ્રાન્ટેડ લખીને રજા પણ આપી દીધી છે. જીડી રોડ ખાતે આવેલી શાળાના એક વિદ્યાર્થીને રજા જોઈતી હતી. જેના માટે આચાર્યને રજા માટેની અરજી મોકલી હતી.

વિદ્યાર્થીએ લખ્યું કે, સવિનય જણાવવું કે, પ્રાર્થી વિજય(નામ બદલેલ છે)નું 20 ઓગસ્ટે 10 વાગે નિધન થયું છે. આપ શ્રીને વિનંતી છે કે, પ્રાર્થીને હાફ ટાઈમની રજા આપવામાં આવે. આટલું જ નહીં પ્રિન્સીપલે લાલપેનથી ગ્રાન્ટેડ લખીને હસ્તાક્ષર કરી દીધા હતા. વિદ્યાર્થીને રજા મળી ગઈ અને તે ઘરે જતો રહ્યો. તેને પોતાની અરજી થોડા સમય માટે સંતાડીને રાખી હતી. મિત્રો સાથેની ચર્ચા બાદ જ્યારે આ પત્ર શિક્ષક વચ્ચે પહોંચ્યો તો ચર્ચાનો વિષય બની ગયો. જેની ફરિયાદ સંચાલન વિભાગમાં કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News