બિહાર જળબંબાકાર ઘણા વિસ્તારમાં ૮ ફુટ સુધી પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 12:22:44
  • Views : 424
  • Modified Date : 2019-09-30 12:22:44

બિહારમાં ભારે વરસાદ અને પુરના કારણે હાલત કફોડી બનેલી છે. હજુ સુધી ૨૦થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે વરસાદના કારણે રેલ અને પરિવહનની વ્યવસ્થા ઠપ થઈ ચુકી છે. પાટનગર પટણામાં હાલત કફોડી બનેલી છે. ચારેય બાજુ જળબંબાકારની Âસ્થતિ સર્જાયેલી છે. મકાનો, સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. મંત્રીઓ અને નેતાઓના આવાસ પર પાણી ઘુસી ગયા છે. મુખ્યમંત્રી નિતિસ કુમારે કહ્યું છે કે, આવી Âસ્થતિ કોઈના પણ હાથમાં નથી. આ કુદરતી હોનારત છે અને Âસ્થતિને પહોંચી વળવા પ્રયાસ કરી રહ્યા છે. સતત ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયેલું છે. પટણામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. હાલત એટલી ખરાબ થઈ છે કે,પટણાના પોશ ગળાતા વિસ્તારમાં હોળીઓ ચાલી રહી છે. બોટ ફરતી થઈ ગઈ છે. મુખ્યમંત્રી નિતિસ કુમારનું કહેવુ છે કે, રાજ્ય વહીવટી તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે અને કામગીરીમાં લાગેલું છે. હવામાન વિભાગના કહેવા મુજબ ૧૫ જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કારણ બિલકુલ સ્પષ્ટ છે કે, હજુ પણ Âસ્થતિ બેકાબુ બની શકે છે. પટણાના અનેક વિસ્તારોમાં આઠ ફુટ સુધીના પાણી ભરાઈ ગયા છે. ગાડીઓ ડુબી ગઈ છે. બચાવ અને રાહતકામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News