મુંબઇ ભારે વરસાદ વચ્ચે ટ્રેનમાં ફસાયેલા ૭૦૦ને બચાવી લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-28 12:24:13
  • Views : 486
  • Modified Date : 2019-07-28 12:24:13

દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં આજે સતત બીજા દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. ચારેબાજુ જળબંબાકારની Âસ્થતિ જાવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ  છેલ્લા ૨૪ કલાકમાં મુંબઇમાં આઠ ઇંચથી વધારે વરસાદ થઇ ગયો છે. ભારે વરસાદની Âસ્થતિ વચ્ચે પાણીમાં ફસાઇ ગયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસમાંથી તમામ ૭૦૦ યાત્રીઓને બહાર કાઢીને તેમને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ટ્રેનમાં ફસાઇ ગયેલા યાત્રીઓને બચાવી લેવા માટે નેવી, એરફોર્સ અને એનડીઆરએફની ટીમોની મદદ લેવામાં આવી હતી. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે કહ્યુ હતુ કે રાહત અને બચાવ કામગીરીમાં નેવીની સાત ટીમો, ઇÂન્ડયન એરફોર્સના બે હેલિકોપ્ટર, સેનાની બે ટુકડીઓ પણ સ્થાનિક વહીવટીતંત્ર સાથે જાડાઇ હતી. યાત્રીઓને સૌથી પહેલા બદલાપુર સ્ટેશન પર લઇ જવામાં આવ્યા હતા. સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ કહ્યુ હતુ કે ૧૩ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે છ ટ્રેનોને રદ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ૨૪ ટ્રેનોને અસર થઇ છે. જે પૈકી સાત ફ્લાઇટો રદ કરવામાં આવી છે. મુબંઇમાં સતત બીજા દિવસે હજુ ભારે વરસાદ જારી છે. ભારે વરસાદની ચેતવણી અકબંધ હોવાના કારણે તંત્ર સાબદુ થયેલુ છે. લોકોને ઘરની બહાર ન નિકળવા માટેની સલાહ આપવામાં આવી છે. ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે ૨૪થી વધારે ફ્લાઇટોને અસર થઇ છે. મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને
વાંગની સ્ટેશન વચ્ચે ટ્રેક પર પાણી ભરાઇ જવાના કારણે ફસાઇ ગઇ હતી.  ત્યારબાદ ફસાયેલા ૨૦૦૦થી વધારે લોકોને બહાર કાઢવા માટેની પ્રક્રિયા તરત જ હાથ ધરવામાં આવી હતી.
એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ હતી. મુંબઈમાં વરસાદના પરિણામ સ્વરૂપે જનજીવનને અસર થઈ હતી. મુબંઇ, થાણેમાં અને અન્ય કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે કેટલીક જગ્યાએ વૃક્ષો ધારાશાયી થયા હતા. હવામાન વિભાગ તરફથી મુંબઈમાં  હજુ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતાવણી જારી કરવામાં આવી છે.  છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં મુંબઈમાં ૧૫૦થી ૧૯૦ મીમીથી વધુ વરસાદ પડી ચુક્યો છે.
ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાઇ ગયા હતા.  ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ
જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. વિમાની સેવાને પણ માઠી અસર થઇ હતી. ભારે વરસાદ વચ્ચે મુંબઈ અને પુણે વચ્ચે દોડતી કેટલીક યાત્રી ટ્રેનોને રદ્દ કરવામાં આવી ચુકી છે. કેટલીક ટ્રેનોને ડાયવર્ડ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News