68 વર્ષીય બપ્પી લહરીનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોસ્પિટલમાં દાખલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 12:53:35
  • Views : 372
  • Modified Date : 2021-04-01 12:53:35

    બોલિવૂડ સિંગર તથા કમ્પોઝર 68 વર્ષીય બપ્પી લહરી કોરોનાનો ભોગ બન્યા છે. તેમના પ્રવક્તાએ આ વાત કન્ફર્મ કરી છે. હાલમાં તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર્સની દેખરેખ હેઠળ છે.

    બપ્પી લહરીના સ્પોકપર્સને કહ્યું હતું, 'સાવચેતી રાખવા છતાંય બપ્પી લહરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. બપ્પીદાએ વિનંતી કરી છે કે છેલ્લાં થોડાં સમયમાં તેમના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓ ટેસ્ટ કરાવી લે અને જરૂરી ગાઈડલાઈનનું પાલન કરે.'અત્યા રસુધી કાર્તિક આર્યન, આમિર ખાન, આમિરનો મિત્ર અમીન હાજી , આર માધવન, રોહિત સરફ, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, મિલિંદ સોમણ, ફાતિમા સના ખાનનું નામ કોરોના પોઝિટિવમાં આવ્યું છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121