સેરેમનીના 4 અઠવાડિયા પહેલાં પોસ્ટપોન થયો 63મો ગ્રેમી અવોર્ડ્સ, અમેરિકામાં સતત કોરોનાના કેસ વધવાને કારણે આવું થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:19:53
  • Views : 356
  • Modified Date : 2021-01-06 12:19:53

    63મો ગ્રેમી અવોર્ડ્સ કેન્સલ થઇ ગયો છે. આ સેરેમની 31 જાન્યુઆરીએ લોસ એન્જલસમાં થવાની હતી પણ કોરોનાના વધતા કેસને કારણે આ માર્ચ 2021 સુધી આગળ વધારી દેવામાં આવી છે. ગ્રેમી અવોર્ડ્સના આયોજકોએ એક સ્ટેટમેન્ટમાં સેરેમની પોસ્ટપોન થવાની જાણકારી આપી. શોના 4 અઠવાડિયા પહેલાં આવેલા આ સ્ટેટમેન્ટ બાદ ગ્રેમી અવોર્ડ્સ 14 માર્ચે હશે.

    આયોજકોએ કહ્યું- લોસ એન્જલસમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. હોસ્પિટલમાં ICU ફુલ થઇ રહ્યા છે. રાજ્ય અને સ્થાનિક સરકારોના નવા માર્ગદર્શનથી અમને આ નિર્ણય લેવા પ્રેરણા મળી છે કે અમારો શો પોસ્ટપોન કરવો જ યોગ્ય રહેશે. અમારા સંગીત સમુદાય અને તે બધા લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાથી વધુ મહત્ત્વપૂર્ણ કઈ નથી, જે શોના નિર્માણ માટે અથાગ પરિશ્રમ કરે છે.રેકોર્ડિંગ એકેડમીના CEO હાર્વે મેસન જુનિયર, જેકે સુસમેન અને બેન વિન્સ્ટન તરફથી રિલીઝ થયેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે અમે બધા નોમિનીઝના ટેલેન્ટ અને ધૈર્ય માટે આભારી છીએ.

    62મો ગ્રેમી અવોર્ડ્સ ગયા વર્ષે 27 જાન્યુઆરીએ લોસ એન્જલસમાં થયો હતો. અમેરિકાના બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયનને શ્રદ્ધાંજલિ આપવાની સાથે જ અવોર્ડ સેરેમની શરૂ થઇ હતી. સૌથી વધુ 8 કેટેગરીમાં નોમિનેટેડ લિજજોને ટ્રુથ હર્ટ્સ માટે બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સ સહિત 3 અવોર્ડ મળ્યા હતા. પોપ સિંગર બીલી આઇલિશે પહેલીવાર 5 ગ્રેમી અવોર્ડ જીત્યા હતા, તેને 6 કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતા. બીલી અવોર્ડ જીતનારી સૌથી યંગ સિંગર હતી. લેડી ગાગાએ બે અવોર્ડ જીતીને પોતાના કરિયરના કુલ 11 ગ્રેમી અવોર્ડ પૂરા કર્યા હતા.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138