યુપી-બિહારમાં ભારે વરસાદથી તારાજી ૫૦થી પણ વધારે મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-29 11:47:12
  • Views : 485
  • Modified Date : 2019-09-29 11:47:12

ઉત્તરપ્રદેશથી લઇને બિહાર સુધી ભારે વરસાદના કારણે ભારે તારાજી થઇ છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે તારાજી વચ્ચે એકલા ઉત્તરપ્રદેશમાં જ પુર અને ભારે વરસાદ સંબંધિત બનાવોમાં ૫૦ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે બિહારમાં પણ હાલત કફોડી બનેલી છે. મોતનો
આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. બચાવ અને રાહત કામગીરી જુદા જુદા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વીજળી અને પાણી પુરવઠો  ખોરવાઇ ગયો છે. બિહારમાં ૧૫ જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. અહીં ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ રેલવે
સુવિધા ઠપ્પ થઇ ગઇ છે. બંને રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી હોવાના કારણે સ્કુલ અને કોલેજાને બંધ રાખવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે.  ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. સ્કુલ કોલેજાને બંધ રાખવાનો આદેશ કરાયો છે. શહેરના જુના વિસ્તારોથી લઇને વીઆઈપી વિસ્તારોમાં
જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં ૧૨થી વધુ લોકોના મોત થયા છે. ચંદોલીમાં ત્રણ, અમેઠીમાં બે, ભદોઈમાં બે, વારાણસી અને અયોધ્યામાં એક-એકના મોત થયા છે. ચંદોલીમાં દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. વિવિધ વિસ્તારોમાં વિજળી ડુલ થઇ ગઇ છે. મહારાષ્ટ્રના પુણેમાં Âસ્થતિને સામાન્ય કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.મિરઝાપર, સુલ્તાનપુર, વારાણસી, અયોધ્યા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.

Download Our B K News Today App



Related News