દિલ્હી એમસીડીમાં 50 ટકા મતદાન થયુઃ 7મીએ પરિણામ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-07 10:59:29
  • Views : 239
  • Modified Date : 2022-12-07 10:59:29

આજરોજ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના તમામ 250 વોર્ડ માટે મતદાન યોજાયું હતું. સાંજે 5.30 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. જેમાં સરેરાશ 50 ટકા મતદાન થયાના પ્રાથમિક અહેવાલ આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે આકરી ટક્કર છે. ભાજપ આમ આદમી પાર્ટીને દારૂ અને ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરી રહી હતી, જ્યારે આપ ઇમાનદાર સરકારના નામે વોટની માગણી કરી હતી.

એટલું જ નહિં, આપનું કહેવું છે કે દિલ્હીમાં ગડબડી માટે ભાજપ જવાબદાર છે. લગભગ 50 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. ભાજપ અને આપ દ્વારા મતદાર યાદીમાં ગોટાળાનો આરોપ લગાવીને ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી. આ ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરે આવશે. આજે દિલ્હી એમડીસીની ચૂંટણીમાં કુલ 250 વોર્ડમાં કુલ 1.45 કરોડ મતદાતાઓ છે.

રાજ્ય ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર, દિલ્હીમાં કુલ મતદારો 14505358 છે. જેમાં 7893418 પુરૂષો, 6610879 મહિલાઓ અને 1061 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ચૂંટણી અધઇકારીઓ અને સુરક્ષા એજન્સીઓના વિશાળ કર્મચારીઓએ સમગ્ર દિલ્હીમાં 13638 મતદાન મથકો પર ચૂંટણી યોજાવાની છે.

એમડીસીની ચૂંટણી માટે કુલ 1349 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં 709 મહિલા ઉમેદવારો છે. જેમાં ભાજપ અને આપ પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે 247 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઔવેસીએ 15 ઉમેદવાર, બસપાએ 174 ઉમેદવાર, એનસીપીએ 29 ઉમેવાદર, ઇન્ડિયન મુસ્લીમ લીગે 12, સીપીઆઇએ 3, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક 4, અને સપા તથા લોક જનશક્તિ પાર્ટીએ એક-એક ઉમેદવાર ઉભા રાખ્યા છે. બાકીના 382 અપક્ષ મેદાનમાં ઉતર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 વર્ષથી દિલ્હીની એમડીસી પર ભાજપનો કબજો છે. જે જાળવી રાખે છે કે આપ અને કોંગ્રેસ સત્તા પર આવે છે, તે 7મીએ ખબર પડશે. આમ તો દિલ્હીમાં આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ છે.


Download Our B K News Today App



Related News