50મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજનીકાંતને ‘આઇકોન ઓફ ધ ગોલ્ડન જૂબિલી અવોર્ડ’ મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 13:23:36
  • Views : 395
  • Modified Date : 2019-11-02 13:23:36

50મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) માં રજનીકાંતને ખાસ સમ્માન આપવામાં આવશે. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે શનિવારે અનાઉન્સ કર્યું છે કે, રજનીકાંત અને ફ્રેન્ચ એક્સપર્ટ ઇસાબેલે હૂપર્ટને ખાસ સમ્માન આપવામાં આવશે.ગોવામાં યોજાનાર IFFIમાં રજનીકાંતને સ્પેશિયલ ’આઇકોન અવોર્ડ’ આપવામાં આવશે. જ્યારે ‘લાઈફટાઈમ અચિવમેન્ટ અવોર્ડ’ ફ્રાન્સનાં એક્ટ્રેસ ઇસાબેલે હૂપર્ટને આપવામાં આવશે. ઇસાબેલે હૂપર્ટ 120 જેટલી ફિલ્મોમાં દેખાયાં છે. La Cérémonie અને Elle ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટ્રેસનો César અવોર્ડ મળ્યો છે.આ વર્ષ ગોલ્ડન જૂબિલી યર છે માટે, મહિલાઓએ સિનેમામાં જે યોગદાન આપેલ છે તેને સન્માન આપવા માટે 50 મહિલા ફિલ્મમેકર્સની 50 ફિલ્મોને દેખાડવામાં આવશે. ઉપરાંત દાદાસાહેબ ફાળકે અવોર્ડ વિનર અમિતાભ બચ્ચનની સિલેક્ટેડ 7થી 8 ફિલ્મને પણ મૂવી ગાલામાં બતાવવામાં આવશે. વિવિધ દેશોની 250 ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાશે. આ ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી યોજવાનો છે. આ વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં રશિયા પાર્ટનર કન્ટ્રી છે.


Download Our B K News Today App



Related News