2 દિવસમાં 4 ખેલાડીઓ પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર, જેમાં 3 વિદેશી અને એક ભારતીય ખેલાડી આર અશ્વિન સામેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-05 16:33:18
  • Views : 84
  • Modified Date : 2024-03-05 16:33:18

7 માર્ચના રોજ જ્યારે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ધર્મશાળામાં પાંચમી અને સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટો માટે ઐતિહાસિક હશે. ધર્મશાળાના સ્ટેડિયમમાં આર અશ્વિન અને જોની બેયરસ્ટો પોતાની 100મી મેચ રમશે.બંન્ને ખેલાડીએ પોતાના દેશ માટે 99-99 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે.આટલું જ નહિ તેના આગળના દિવસે 2 વધુ વિદેશી ખેલાડી ટેસ્ટ કરિયરમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. જે એક જ દેશના છે.7 માર્ચના રોજ જોની બેયરસ્ટો અને આર અશ્વિન એ દિગ્ગજોમાં સામેલ થઈ જશે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 100થી વધુ મેચ રમી હોય. 8 માર્ચના રોજ ન્યુઝીલેન્ડના દિગ્ગજ કેન વિલિયમસન અને ફાસ્ટ બોલર ટીમ સાઉદી પણ આ જ ઉપલબ્ધિ હાંસિલ કરશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રમાશે. ટીમ સાઉદી અને કેન વિલિયમસન બંન્ને પોતાની 100મી ટેસ્ટ મેચ રમશે. બંને અત્યારસુધી પોતાની ટીમ માટે 99 મેચ રમી ચૂક્યા છે.ભારતીય ટીમના 13 ખેલાડીઓ 100થી વધુ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. જેમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ,વીવીએસ લક્ષમણ, અનિલ કુંબલે, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી, ઈશાંત શર્મા, વીરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ અને ચેતેશ્વર પુજારા આ ઉપલબ્ધિ સુધી પહોંચી ચૂક્યા છે.

Download Our B K News Today App



Related News