૩૬ મી નેશનલ ગેમ્સ : બોક્સિંગ ખેલાડીઓને રૂબરૂ મળીને રમત માટે પ્રોત્સાહિત કરતાં હર્ષ સંઘવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 11:14:31
  • Views : 279
  • Modified Date : 2022-10-07 11:14:31

    ૩૬મી નેશનલ ગેમ્સ -૨૦૨૨નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર, ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે  મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને રમત- ગમત મંત્રી હર્ષભાઈ  સંઘવીએ બોક્સિંગ  રિંગમાં જઈને  રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.રમત- ગમત મંત્રીએ ૩૬મી નેશનલ ગેમ્સ અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રમા?ઇ રહેલી બોક્સિંગને રસ પૂર્વક નિહાળીને ગુજરાતના મહેમાન બનેલા ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે ભારતીય બોક્સિંગ સંઘના ઉપાધ્યક્ષ, ૩૬મી નેશનલ ગેમ્સના મહાસચિવ અને ગુજરાત બોક્સિંગ સંઘના અધ્યક્ષ નાણાવટી, સહિત બોક્સિંગ સંઘના  હોદ્દેદારો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News