24મા બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભૂમિ પેડનેકર 'ફેસ ઓફ એશિયા' અવોર્ડ જીતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-05 13:18:06
  • Views : 647
  • Modified Date : 2019-10-05 13:18:06

ભૂમિ પેડનેકર બુસાનમાં 'ફેસ ઓફ એશિયા' અવોર્ડ જીતનારી પ્રથમ ઇન્ડિયન એક્ટ્રેસ બની છે. તેને આ અવોર્ડ શુક્રવારે મોદી સાંજે મળ્યો હતો. ભૂમિ 24મા બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'ડોલી કિટ્ટી અને વો ચમકતે સિતારે' માટે ગઈ હતી. આ ફિલ્મ ત્યાંની કોમ્પિટિશન કેટેગરીમાં છે.ભૂમિએ કહ્યું કે, આ મારી પ્રથમ જીત છે. ભૂમિને આ અવોર્ડ કોરિયાની પ્રોમિનન્ટ ફેશન મેગેઝિને આપ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં આશરે 150 મેકર્સ હાજર રહ્યા હતા. અવોર્ડ એક્સેપ્ટ કરીને ભૂમિએ કહ્યું કે હું શોક થઈ ગઈ છું. આ મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય જીત છે. મને તેની પર ગર્વ છે. આ જીત મારા દિલને અડી ગઈ છે.ભૂમિ તેની ટીમની સાથે હતી વધુમાં ભૂમિએ કહ્યું કે, હું વારંવાર એવી ફિલ્મોમાં કામ કરવાના પ્રયત્ન કરી રહી છું જે સમાજમાં ચેન્જ લાવવા માટે મદદરૂપ થાય. તે બધા વિષયમાં હું મારું પરફોર્મન્સ પણ દિલથી આપું છું. મને આશા છે એક ભવિષ્યમાં પણ હું આવા બ્રિલિયન્ટ સિનેમાનો ભાગ બની રહું. હું ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવ, પ્રોડ્યુસર એકતા અને રુચિકા કપૂર સહિત આખી કાસ્ટનો દિલથી આભાર માનું છું.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121