અમેરિકામાં ચાલી રહેલા બરફના તોફાનમાં 23ના મોત

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-26 13:23:22
  • Views : 466
  • Modified Date : 2022-12-26 13:23:22

અમેરિકામાં શનિવાર સાંજ સુધીમાં ભારે બરફનું તોફાન ત્રાટકતા ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. ઓક્લાહોમા, કેન્ટુકી, મિઝોરી, ટેનેસી, વિસ્કોન્સિન, કેન્સાસ, નેબ્રાસ્કા, ઓહિયો, ન્યૂયોર્ક, કોલોરાડો અને મિશિગન રાજ્યોમાં આ મૃત્યુ થયા હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. આમાંથી ચારના મોત શુક્રવારે બપોરે ઓહિયોના સેન્ડુસ્કી નજીક ઓહિયો ટર્નપાઇક પર વાહનોના ઢગલાને કારણે થયા હતા.

ઓહિયોના ગવર્નર માઇક ડેવિને શનિવારે ટ્વીટ કર્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે તમે સુરક્ષિત રીતે તમારા સ્થળ પર પહોંચવા કે જો તમારે બહાર નીકળવું હોય તો વાહન ધીમે ચલાવવું હોય, સીટ બેલ્ટ પહેરવો હોય અને સલામત અંતર જાળવવું. યુ.એસ.ના હવામાન આગાહીકારોએ શનિવારે જણાવ્યું હતું કે શિયાળુ વાવાઝોડું ગ્રેટ લેક્સને ભારે પવન, ઠંડા તાપમાન અને ભારે બરફ સાથે અસર કરી રહ્યું છે, તેમ છતાં તેનું કેન્દ્ર હવે પૂર્વીય કેનેડાની ઉત્તરે છે.
ગવર્નર કેથી હોચુલની ઓફિસના જણાવ્યા અનુસાર, ઐતિહાસિક બરફવર્ષાને કારણે ન્યૂયોર્ક સ્ટેટના બફેલો વિસ્તારમાં અને તેની બહાર મુસાફરી કરવી અશક્ય બની ગઈ છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર કાઉન્ટી, ફિંગર લેક્સ અને મધ્ય ન્યૂયોર્ક વિસ્તારોમાં પ્રતિ કલાક 96 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો.
પશ્ચિમ ન્યૂયોર્કમાં પવનની ગતિ 127 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી હતી. સોમવાર સુધીમાં બફેલો અને વોટરટાઉન વિસ્તારોમાં કુલ ત્રણથી પાંચ ફૂટ બરફ પડવાની સંભાવના છે.
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટના જણાવ્યા અનુસાર શનિવારે અમેરિકાની અંદર કે બહાર 3,300થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને લગભગ 7,500 ફ્લાઈટ મોડી પડી હતી.

Download Our B K News Today App



Related News