અમરનાથ યાત્રા જુલાઇમાં ૨.૨૦ લાખ શ્રદ્ધાળુના દર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 11:49:30
  • Views : 410
  • Modified Date : 2019-07-19 11:49:30

અમરનાથ યાત્રા સાનુકુળ માહોલમાં ઉત્સાહ વચ્ચે જારી છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આ વર્ષે પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી ૨.૨૦ લાખ શ્રદ્ધાળુ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. આજે સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા ૪૧૬૭ શ્રદ્ધાળુઓનો નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. બાલતાલ અને પહેલગામના બેઝકેમ્પમાંથી આ શ્રદ્ધાળુ
રવાના કરાયા હતા. જમ્મુના ભગવતીનગર કેમ્પથી ૪૧૬૭ શ્રદ્ધાળુ રવાના કરવામાં આવ્યા હતા. આ યાત્રીમાં ૩૨૧૧ પુરુષો, ૭૯૦ મહિલાઓ અને ૨૫ બાળકો અને ૧૪૦
સાધુ-સંતોનો સમાવેશ થાય છે. આ તમામ ૧૬૯ વાહનોના કાફલામાં રવાના થયા હતા. હવામાનની અનુકુળતા અને પવિત્ર ગુફામાં બાબા બર્ફાની વિરાજમાન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. પુરૂષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ જારદાર રીતે પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી અંદાજ લગાવી શક્યા છે કે આ વખતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે કાશ્મીર પહોંચ્યા હતા. અને સુરક્ષા પાસાની ચકાસણી કરી હતી. આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ માટે જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. શ્રદ્ધાળુઓમાં ત્રાસવાદી હુમલાની કોઇ દહેશત દેખાઇ રહી નથી. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો આ વખતે ખુબ ઉપર પહોંચી શકે છે.  ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ થઇ હતી.

Download Our B K News Today App



Related News