200 કરોડ ક્લબમાં સામેલ થનાર અક્ષય કુમારની પહેલી ફિલ્મ ‘મિશન મંગલ’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 13:39:25
  • Views : 508
  • Modified Date : 2019-09-13 13:39:25

અક્ષય કુમાર સ્ટારર ‘મિશન મંગલ’ ફિલ્મ 200 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. આ ફિલ્મ અક્ષય કુમારની પહેલી ફિલ્મ છે જેને 200 કરોડની કમાણી કરી છે. ભારતના મંગળ મિશન પર આધારિત આ સ્પેસ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ હતી.રિલીઝ થયાના 29 દિવસ બાદ ફિલ્મે 200.16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચોથા અઠવાડિયે ગુરુવારે ફિલ્મે 63 લાખ રૂપિયાની કમાણી કરી 200 કરોડ ક્લબમાં એન્ટ્રી લઇ લીધી છે. આ ઉપરાંત 15 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મોમાં અત્યારસુધીની વધુ કમાણી કરનારી ફિલ્મ પણ ‘મિશન મંગલ’ છે.આ સાથે 2019માં રિલીઝ થયેલી ફિલ્મો જે 200 કરોડ ક્લબમાં સામેલ છે તેમાં સૌથી ઝડપથી 200 કરોડ કમાણી કરનાર ફિલ્મોની લિસ્ટમાં મિશન મંગલ ફિલ્મ ચોથા નંબરે છે. ‘કબીર સિંહ’ ફિલ્મ 13 દિવસના અંતે જ 200 કરોડ કમાઈ ચૂકી હતી જ્યારે સલમાન ખાનની ‘ભારત’ 14 દિવસ બાદ આ બેન્ચમાર્ક પર પહોંચી હતી. ત્રીજા નંબરે વિકી કૌશલ સ્ટારર ‘ઉરી’ ફિલ્મ છે જે 28 દિવસ બાદ 200 કરોડ ક્લબમાં સામેલ થઇ અને ત્યારબાદ 29 દિવસને અંતે 200 કરોડ કમાનાર ફિલ્મ ‘મિશન મંગલ’ ચોથા નંબરે છે. અક્ષયની આ ફિલ્મ 15 ઓગસ્ટના રિલીઝ થયેલી તેની તમામ ફિલ્મોમાં પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ છે.અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી સ્ટારર ‘મિશન મંગલ’ ફિલ્મને જગન શક્તિએ ડિરેક્ટ કરી હતી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139