2જી ઓક્ટોબરે PM મોદી આવશે ગુજરાત,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 16:42:02
  • Views : 379
  • Modified Date : 2019-09-30 16:42:02

2જી ઓક્ટોબર ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેને લઇને હાલ પીએમઓ તરફથી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. PM મોદી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિએ ગુજરાત આવશે. તેને લઇને તેઓ જ્યાં જ્યા તેમના કાર્યક્રમો છે, ત્યાં તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ સિવાય અમદાવાદ રિવરફ્રન્ટ પર 20 હજાર સરપંચોની પણ મુલાકાત લેશે. પીએમ મોદીનો તે દિવસનો અમદાવાદ મુલાકાતનો આખો કાર્યક્રમ નક્કી થઇ ગયો છે.પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો, મોદી ગાંધી જયંતીનાં દિને સાંજે 6 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જ્યાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ કરશે.ત્યારબાદ તેઓ સાંજે 6.45 કલાકે ગાંધી આશ્રમ ખાતે જશે. જે બાદ તેઓ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે. પીએમ મગન નિવાસ કે જે ચરખા ગેલેરી છે ત્યાંની મુલાકાત લેશે. તેમજ બાળકો કે જેઓ આ પ્રવૃતિ સાથે જોડાયેલા છે. તેમાંથી 5 બાળકો સાથે બે કે ત્રણ મિનિટ વાત કરશે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્રદયકુંજ કે જે મહાત્મા ગાંધીજીનું નિવાસસ્થાન છે ત્યાં જશે અને બાપુની તસવીરને સુતરની આંટી પહેરાવશે.ગાંધી જયંતીનાં દિને રિવરફ્રન્ટ પર 20 હજાર સરપંચોનું સંમેલન થશે. જેમાં 10 હજાર ગુજરાતનાં અને 10 હજાર અન્ય રાજ્યનાં સરપંચો પણ હાજર રહેશે. આ ઉપરાંત આફ્રિકન દેશોનાં પ્રતિનિધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા અન્ય રાજ્યોના સરપંચો અને કાર્યકરો આવશે.આ સિવાય ગુજરાતભરમાંથી 10 હજાર જેટલા સરપંચો તેમજ સ્વચ્છતા કાર્યક્રમ સાથે જોડાયેલા કાર્યકરો આવશે. અન્ય રાજ્યોમાંથી આવનારા લોકો 30 સપ્ટેમ્બરથી આવશે, જેમને મહેસાણા, સુરત અને વડોદરા ઝોનમાં પહોંચી ગુજરાતમાં શૌચમુક્ત મોડલ ગામોની તેમજ ગાંધી હેરિટેજ સાઇટ્સ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિઝિટ કરાવાશે. અન્ય રાજ્યોના લોકો રિવરફ્રન્ટના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. અને છેલ્લે પીએમ મોદી રાત્રે 8.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

Download Our B K News Today App



Related News