2 ઓક્ટોબર ગાંધી જયંતિથી 31 ડિસેમ્બર 2019 સુધી ખાદીના છૂટક વેચાણ પર 20% વળતર અપાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 14:48:20
  • Views : 383
  • Modified Date : 2019-09-26 14:48:20

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિ ઉજવણી નિમિત્તે આ વર્ષે 2 ઓકટોબર 2019થી 31 ડિસેમ્બર 2019 દરમિયાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત કરવામાં આવી છે. ‘ખાદી ફોર ફેશન’ના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદી વપરાશ અને ખાદી ખરીદી પ્રત્યે આકર્ષણ તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 2019-20ના નાણાંકીય વર્ષમાં 19 હજાર જેટલા ખાદી વણાટ-કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળશે.165 ખાદી સંસ્થાઓ દ્વારા 136 કરોડના છૂટક વેચાણનો અંદાજ ગુજરાત રાજ્યમાં જ ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રનું ગ્રાહકોને સીધું છૂટક વેચાણ કરતી માન્ય સંસ્થાઓ અને મંડળીઓએ ગ્રાહકોને 20 ટકાનું વિશેષ વળતર બજાર પ્રોત્સાહન સહાય આપવાનું રહેશે. એટલું જ નહિ, આવી સંસ્થાઓને જે રકમ મળે તેમાંથી 5 ટકા સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી 165 જેટલી સંસ્થાઓ દ્વારા ખાદી તેમજ પોલીવસ્ત્રનું લગભગ રૂ. 136 કરોડ જેટલું છૂટક વેચાણ થવાનો અંદાજ છે.

Download Our B K News Today App



Related News