ચાલુ બસમાં 100 ફૂટનો પાઈપ ધૂસ્યો; મહિલાની ગરદન કપાઈ તો યુવકનું માથું ફાટી ગયું, બન્નેના મોત; 11 મુસાફરો ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 14:57:11
  • Views : 6870
  • Modified Date : 2020-12-02 14:57:11

    પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ભયંકર અકસ્માત થયો હતો. જેમા બેના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. મંગળવારે સાંજના 4.30 વાગ્યે ગેસ પાઈપલાઈન પાથરતી વેળાએ કંપનીના અધિકારીઓ અને બસ ડ્રાઈવરની લાપરવાહીના કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કંપનીની ટીમ હાઈડ્રોલિક મશીનથી પાઈપ ઉઠાવીને ખાડામાં મૂકી રહી હતી. પરંતું પવનના કારણે 100 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો પાઈપ રસ્તા પર પસાર થઈ રહેલી ખાનગી બસની આરપાર નિકળી ગયો હતો.હાઈડ્રો મશીનથી હવામાં ઝૂલતો પાઈપ ડ્રાઈવર સીટની પાછળની સીટની બારી તોડીને બસમાં ઘૂસી ગયો હતો અને સૌથી છેલ્લી સીટની બારી તોડીને આરપાર નિકળી ગયો હતો. અચાનક ઘૂસેલા પાઈપથી બસમાં બેઠેલી મહિલાની ગરદન ધડથી અલગ થઈ ગઈ હતી. એક યુવકનું માથું ફાટી ગયું હતું.

Download Our B K News Today App



Related News