પંજાબ ફટાકડા ફેકટરીમાં બ્લાસ્ટ, ૧૯થી વધુના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 12:38:25
  • Views : 448
  • Modified Date : 2019-09-05 12:38:25

પંજાબના ગુરદાસપુરના બટાલામાં આજે ફટાકડાની ફેક્ટ્રીમાં ભીષણ આગ ફાટી
 નિકળ્યા બાદ જારદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં હજુ સુધી ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મોતનો આંકડો વધે તેવી શક્યતા છે કારણ કે, ઘાયલ થયેલા લોકો પૈકી
અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બ્લાસ્ટ અંગે માહિતી મળતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસ
જવાનોનો કાફલો અને બચાવ ટુકડી તરત ઘટના સ્થળે પહોંચી હતી. આગ ફાટી નિકળ્યા બાદ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કલાકો સુધી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ આસપાસના વિસ્તારમાં ધુમાડાના વાદળો ઘેરાઈ જવાના કારણે બચાવ અને રાહત કામગીરીમાં અડચણો આવી હતી. બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે બનાવ અંગે દુખની લાગણી વ્યક્ત કરી હતી. સુત્રોના કહેવા મુજબ પાંચમી સપ્ટેમ્બરના દિવસે એટલે કે આવતીકાલે એક લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે ફેક્ટ્રીમાં મોટાપાયે ફટાકડાઓ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ ગાળા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે તરત આગ ફાટી નિકળી હતી. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ મોટી ખુવારીને ટાળવા માટે સૌથી પહેલા પ્રાથમિકતા રાખવામાં આવી હતી. ભીષણ બ્લાસ્ટ બાદ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. ડીસી અને એસએસપીના નેતૃત્વમાં બચાવ ટુકડી પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
ગુરદાસપુરમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સની દેઓલે પણ ઘટના અંગે Âટ્‌વટ કરીને માહિતી આપી હતી. સની દેઓલે Âટ્‌વટ કરતા કહ્યું છે કે, ફેક્ટ્રીમાં થયેલા બ્લાસ્ટના સમાચાર સાંભળીને દુખ થયું છે.

Download Our B K News Today App



Related News