1800 કરોડમાં તેલંગાનાના યદાદ્રી મંદિરનું પુન:નિર્માણ, 1753 ટન ચાંદીથી દિવાલો મઢવાની યોજના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 17:17:43
  • Views : 478
  • Modified Date : 2019-10-06 17:17:43

2014માં આંધ્રપ્રદેશથી અલગ થયા બાદ તેલંગાનામાં એક કમી હતી. પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ મંદિર આંધ્રના ભાગમાં હતું. તેલંગાના સરકારે આ કમીને પુરી કરવા માટે પૈરાણિક મહત્વ ધરાવતા યદાદ્રી લક્ષ્મી-નૃસિંહ મંદિરને 1800 કરોડ રૂપિયાના ખર્ચે તિરૂપતિ જેવું ભવ્યરૂપ આપ્યું છે. તેને યદાદ્રીગિરીગુટ્ટા મંદિર પણ કહેવામાં આવે છે. ડિસેમ્બર 2019માં તેલંગાનાને તેનુ તિરુપતિ મંદિર મળી જશે. હૈદરાબાદથી લગભગ 60 કિમી દૂર યદાદ્રી ભુવનગિરી જિલ્લામાં આવેલું લક્ષ્મી-નૃસિહ મંદિરનો કાયાકલ્પ માત્ર 3 વર્ષમાં કરવામાં આવ્યો છે. તેના માટે એન્જિનિયર અને આર્કિટેક્સે લગભગ 1500 નક્શા અને યોજના પર કામ કર્યું. 2016માં તેની યોજનાને મંજૂરી મળી હતી.યદાદ્રી લક્ષ્મી-નૃસિંહ મંદિરનો ઉલ્લેખ 18 પુરાણોમાંથી એક સ્કંદ પુરાણમાં મળે છે. હજારો વર્ષ જૂના એવા આ મંદિરનું ક્ષેત્રફળ લગભગ 9 એકર હતું. મંદિરના વિસ્તાર માટે 300 કરોડમાં 1900 એકર ભૂમિ અધિગ્રહણ કરવામાં આવી. તેની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મંદિરમાં 39 કિલો સોનું અને લગભગ 1753 ટન ચાંદીથી તમામ દ્વાર અને દિવાલો મઢવામાં આવશે. તેની યોજના પર કામ ચાલી રહ્યું છે. મંદિની સંપૂર્ણ પરિકલ્પના હૈદરાબાદના પ્રસિદ્ધ આર્કિટેક્ટ આનંદ સાંઈની છે.તેલંગાના સરકારનો ડ્રીમ પ્રોજેકટ આ મંદિર પહાડ પર છે. આ પ્રોજેકટ તેલંગાના માટે ડ્રીમ પ્રોજક્ટ છે. તેના માટે તેલંગાનાની કેસીઆર સરકારે 1800 કરિડ રૂપિયાની મંજૂરી આપી હતી. આ મંદિર પ્રોજેકટ પુરો થયા બાદ અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવશે તેવી સરકારને આશા છે. મંદિર સુધી પહોંચવા માટે હાલ હૈદરાબાદ સહિતના તમામ મોટા શહેરોમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે. મંદિર માટે અલગથી બસ-ડિપો પણ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં યાત્રીઓથી લઈને વીઆઈપી સુધીના તમામ લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઘણાં પ્રકારની વ્યવસ્થાઓ હશે. મુસાફરો માટે અલગ-અલગ પ્રકારના ગેસ્ટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. વીઆઈપી વ્યવસ્થા અંતર્ગત 15 વિલા પણ બનાવવામાં આવી છે. એક સાથે 200 કાર પાર્ક થઈ શકે તેવી સુવિધા પણ રહેશે.156 ફુટ ઉંચી તાંબાની હનુમાનજીની પ્રતિમા યદાદ્રી મંદિરની પાસે જ મુખ્ય દ્વારના રૂપમાં ભગવાન હનુમાનની એક ઉભેલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં લક્ષ્મી-નૃસિંહની સાથે જ હનુમાનજીનું મંદિર પણ છે. આ કારણ હનુમાનજીને મંદિરના મુખ્ય રક્ષક દેવતા માનવામાં આવ્યા છે.ભગવાન નૃસિંહના આ મંદિરમાં ત્રણ રૂપ સ્કંદ પુરાણમાં કથા છે કે મહર્ષિ ઋષિએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી. તેના તપથી પ્રસન્ન વિષ્ણુએ તેમને નૃસિંહ રૂપમાં દર્શન આપ્યા હતા. મહર્ષિ યદની પ્રાર્થન પર ભગવાન નૃસિંહ તીન રૂપો જ્વાલ નૃસિંહ, ગંધરભિરંદા નૃસિંહ અને યોગાનંદા નૃસિંહમાં અહીં વિરાજમાન થઈ ગયા. વિશ્વમાં એકમાત્ર ધ્યાનસ્થ પૈરાણિક નૃસિંહ પ્રતિમા આ મંદિરમાં છે.ગુફામાં છે નૃંસિહંની ત્રણે પ્રતિમાઓ ભગવાન નૃસિંગની ત્રણે પ્રતિમાઓ ગૃફામાં છે. સાથેે માતા લક્ષ્મી પણ છે. લગભગ 12 ફીટ ઉંચી અને 20 ફીટ લાંબી આ ગુફામાં ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે. તેની સાથે જ આસપાસ હનુમાન અને અન્ય દેવતાઓના પણ સ્થાન છે. મંદિરનું પુનર્નિમાણ વૈષ્ણવ સંત ચિન્ના જિયાર સ્વામીના માર્ગદર્શનથી શરૂ થયું છે. મંદિરનું તમામ નિર્માણ કાર્ય આગમ, વાસ્તુ અને પંચરથ શાસ્ત્રોના સિદ્ધાંતો પર કરવામાં આવી રહ્યું છે, જેની દક્ષિણ ભારતમાં ખાસી માન્યતા છે. આ ગુફામાં એક સાથે 500 લોકો દર્શન કરી શકશે.સોથી ઉંચું હશે રાજગોપુરમ, 5 સભ્યતાઓની ઝાંખી મંદિરના મુખ્ય દ્વાર જેને રાજગોપુરમ કહેવામાં આવે છે, તે લગભગ 84 ફીટ ઉચું હશે. આ સિવાય મંદિરના 6 અને ગોપુર હશે. રાજગોપુરમના આર્કિટેક્ચરમાં 5 સભ્યતાઓ દ્વવિડ, પલ્લવ, ચૌલ, ચાલુક્ય અને કાકતિયની ઝલક મળશે.તિરૂપતિની જેમ જ લડ્ડૂ પ્રસાદમ કોમ્પલેક્સ તિરુપતિની જેમ જ યદાદ્રી મંદિરમાં પણ લડ્ડૂ પ્રસાદમ મળશે. તેના માટે અલગથી એક કોમ્પલેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે, અહીં લડ્ડુ પ્રસાદમના નિર્માણથી લઈને પેકિંગની વ્યવસ્થા પણ હશે.ક્યૂ કોમ્પલેક્સમાં કેફેટેરિયા જેવી સુવિધાઓમંદિરમાં દર્શન માટે ક્યૂ કોમ્પલેક્સ બનાવવામાં આવી રહ્યું છે. તેની ઉંચાઈ લગભગ 12 મીટર હશે. તેમાં રેસ્ટરૂમ સહિત કેફટેરિયાની સુવિધા હશે. તેને પર્યટકો માટે વધુ સુવિધાજનક બનાવવા પર કામ ચાલી રહ્યું છે.1000 વર્ષ સુધી મોસમનો માર ઝીલી શકે તેવા પથ્થર મંદિરના નિર્માણ માટે જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે તમામ પ્રકારની મોસમનો માર ઝીલી શકે છે. તેમાં મૂળ સ્વરૂપથી કોઈ પરિવર્તન આવશે નહિ. લગભગ 1000 વર્ષ સુધી પથ્થર યથાવત સ્થિતિમાં રહી શકે, તેનું વિશેષ। ધ્યાન રાખવામાં આવ્યું છે.ડિસેમ્બરમાં કામ પુરું થશે, ફેબ્રુઆરીમાં મહાયજ્ઞ મંદિરનું તમામ કામ ડિસેમ્બર 2019 સુધીમાં પુરુ કરવાનું લક્ષ્ય છે. બાદમાં તેમાં મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે. જે તેના ઉદ્ધાટન સમારંભ જેવું હશે. આ યજ્ઞ સંભવતઃફેબ્રુઆરીમાં થઈ શકે છે. તેના માટે મોટા સ્તરે તૈયારીઓ ચાલુ છે.આ રેસ અગેંસ્ટ ટાઈમ જેવું હતું- આનંદ સાઈ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ આનંદ સાંઈના જણાવ્યા મુજબ આ મંદિરનું કામ રેકોર્ડ સમયમાં પુરંુ કરવામાં આવી રહ્યું છે. આટલો મોટો પ્રોજેકટ આટલા સમયમાં પુરો થવો તે મારા માટે રેસ અગેંસ્ટ ટાઈમ જેવું હતું. મંદિરના નિર્માણમાં શ્રેષ્ઠતમ કામ થાય, તેના માટે અમે અલગ-અલગ રીતથી લગભગ 1500 પ્લાન્સ બનાવ્યા હતા. તેમાંથી બેસ્ટ પ્લાન અમે મંદિરમાં લગાવ્યો છે. આ મંદિર ભારતના શ્રેષ્ઠતમ મંદિરોમાંથી એક હશે. ગ્રેનાઈટથી બનનારું ભારતનું આ સૌથી મોટું મંદિર હશે.આનંદ સાઈ દક્ષિત ભારતના જાણીતા આર્કિટેક્ટ છે. દક્ષિણ ભારતની ઘણી ફિલ્મોમાં આર્ટ ડાયરેક્શન પણ કરી ચૂક્યા છે. છેલ્લા એક દશકાથી મંદિરના નિર્માણમાં જોડાયા છે. તે ભારતના પ્રથમ એવા આર્કિટેક્ટ છે, જે આટલા મોટા પ્રોજેકટને એકલા જ ડિઝાઈન અને મોનીટર કરી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News