૧૫ દિવસ ગુજરાત માં રમતો નો જલસો.૧૧૪ મેડલ માટે ૮ સ્થળ પર રમાશે ૧૬ નેશનલ ગેમ્સ

  • Published By :
  • Published Date : 2022-09-10 15:21:29
  • Views : 247
  • Modified Date : 2022-09-10 15:21:29

રાજ્યમાં 29 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ યોજાવાની છે. ગુજરાતનાં સાત મહાનગરમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ નેશનલ ગેમનો ભવ્યાતિ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. 12 દિવસ માટે ગુજરાત સ્પોર્ટ સમય સ્ટેટ બનવા જઈ રહ્યું છે, ત્યારે દિવ્ય ભાસ્કર આપને સમગ્ર નેશનલ ગેમ્સ અંગેની માહિતી આપી રહ્યું છે. કયાં કયાં શહેરોમાં કઈ કઈ રમતો યોજાશે. આ નેશનલ ગેમ્સની સાથે સાથે આદ્યશક્તિની આરાધનાનું પર્વ અને ગુજરાતની વૈશ્વિક ઓળખ નવરાત્રિ પણ આવી રહી છે. દેશનાં રાજ્યોના ખેલાડીઓ ગુજરાતની ગરબા-રાસની આ ભાતીગળ સંસ્કૃતિ પણ રમતોત્સવ સાથે માણી શકે તેવા આયોજન અંગે પણ બેઠકમાં વિચાર-વિમર્શ કરાયો હતો. 36મા નેશનલ ગેમસના આયોજનમાં અમદાવાદ શહેરમાં સૌથી વધારે 16 જેટલી રમતો આઠ જેટલાં સ્થળે યોજાવાની છે. સાબરમતી રિવરફ્રન્ટ, કેન્સવિલે, કાંકરિયા ટ્રાન્સેડિયા સ્ટેડિયમ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ, સંસ્કારધામ, રાઇફલ ક્લબ અને ક્રાઉન શૂટિંગ અને સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમતો યોજાશે. નેશનલ ગેમ્સને લઈ અમદાવાદના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર બ્રાન્ડિંગ કરવામાં આવશે. એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે. રમતનાં તમામ સ્થળો પર સીસીટીવી કંટ્રોલરૂમ અને સ્ટેટ કંટ્રોલરૂમ ઊભા કરવામાં આવશે. દરેક લોકેશન પર સાઈન બોર્ડ પણ મૂકવામાં આવશે. નેશનલ ગેમ્સના સેલ્ફી પોઇન્ટ પણ દરેક રમતના સ્થળ પર મુકાશે. દરેક રમતવીરને લાવવા લઈ જવા માટે અમદાવાદમાં 200 જેટલી ઈલેક્ટ્રિક બસો પણ મૂકવામાં આવશે.

Download Our B K News Today App



Related News