12 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 16% અને હરિયાણામાં 23% મતદાન, ખટ્ટર સાયકલ લઈને મતદાન કરવા ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 13:01:24
  • Views : 668
  • Modified Date : 2019-10-21 13:01:24

મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. 112 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 16% અને હરિયાણામાં 23% મતદાન થયું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું છે. મુંબઈમાં બોલિવૂડની હસ્તીઓ પણ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. ફડણવીસે પરિવાર સાથે મતદાન કર્યું હતું, જ્યારે હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર સાયકલ લઈને મતદાન કરવા આવ્યા હતા. બન્ને રાજ્યોમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.હરિયાણામાં ભાજપની સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સત્તામાં છે. હરિયાણામાં ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપના 150 અને શિવસેનાના 126 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત 18 રાજ્યોની 63 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં કર્ણાટકમાં 15, ઉત્તર પ્રદેશની 11, બિહાર અને કેરળમાં 5-5, પંજાબ, આસામમાં 4, સિક્કિમની 3, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, તમિળનાડુમાં 2-2, છત્તીસગઢ, અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મેઘાલ., ઓરિસ્સા અને તેલંગણાની 1-1 બેઠક સામેલ છે. મહારાષ્ટ્રમાં એક લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણી છે. અપડેટ સચિન તેન્ડુલકરે પત્ની અંજલી અને પુત્ર અર્જૂન સાથે બાન્દ્રા વેસ્ટ બેઠક ઉપર મતદાન કર્યું.12 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 16% અને હરિયાણામાં 23% મતદાન થયું હતું.એનસીપી પ્રમુખ શરદ પવારે મતદાન કર્યું.શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે બાંદ્રા ઈસ્ટમાં મતદાન કર્યું. 11 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 7% અને હરિયાણામાં 15% મતદાન થયું હતું.બોલિવૂડ સ્ટોર રિતેશ દેશમુખ, જેલેનિયા ડિસુઝા, આમિરખાન, કિરણ રાવ, દિયા મિર્ઝા, લારા દત્તા,રવિ કિશન, પદ્મિની કોલ્હાપુરે મતદાન કર્યું હતું. પુનાના શિવાજીનગરના મતદાન બુથમાં લાઈટ જતી રહેતા મીણબત્તીના સહારે મતદાન કરાયું હતું.હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ટ્રેનથી કરનાલ પહોચ્યા, સાયકલ ઉપર મત આપવા પહોંચ્યા.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે કહ્યુ કે લોકો મતદાન કરી લોકશાહી માટે પોતાનું કર્તવ્ય નિભાવે.સવારે નવ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 5.46% અને હરિયાણામાં 8.73% મતદાન.હરિયાણાના જન્નાયક જનતા પાર્ટીના નેતા દુશ્યંત ચૌટાલા તેના પરિવાર સાથે ટ્રેક્ટર લઈને મતદાન કરવા આવ્યા હતા.હરિયાણાની ચરખી દાદરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રેસલર બબીતા ફોગટ અને તેની બહેન ગીતા ફોગટે પરિવાર સાથે મદતાન કર્યું.હરિયાણાની કૈઠલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલાએ તેમની પત્ની સાથે મતદાન કર્યું.ઓલિમ્પિક મેડાલિસ્ટ યોગેશ્વર દત્તે મતદાન કર્યું.એનસીપીના નેતા સુપ્રિયા સુલેએ બારામતીમાં મતદાન કર્યું. ગુડગાંવના બાદશાહપુરમાં બુથ નંબર 286 ઉપર ઈવીએમ ખરાબ થયું હતું.કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ તેમની પત્ની સાથે નાગપુરમાં મતદાન કર્યું. આરએસએસના મોહન ભાગવતે નાગપુર મધ્યની બેઠક પર મતદાન કર્યું. અભિનેત્રી શુભા ખોટેએ મુંબઈની અંધેરી વેસ્ટ બેઠક પર મતદાન કર્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાસનભા ચૂંટણીમાં મતદાનનો નવો રેકોર્ડ બનાવવા અપીલ કરી છે. તેમણે યુવાનોને કહ્યું કે, લોકશાહીના આ પર્વમાં વધુ ઉત્સાહ સાથે ભાગ લો.હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, ભાજપ સરકારે વાયદાઓ પૂરા કર્યા નથી. હવે હરિયાણામાં લોકોનો ઝૂકાવ કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યો છે. અહી કોંગ્રેસની સરકાર બનશે અને હાઈકમાન્ડ મુખ્યમંત્રી નક્કી કરશે.આ દિગ્ગજો ચૂંટણી મેદાનમાં મહારાષ્ટ્રઃ સીએમ દેવેન્દ્ર ફડણવીસ, પૂર્વ સીએમ અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ, અજિત પવાર, ચંદ્રકાંત પાટિલ અને શિવસેનાના આદિત્ય ઠાકરે સામેલ છે.હરિયાણાઃ સીએમ મનોહર ખટ્ટર, કુમારી શેલજા, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, અનિલ વીજ, દુષ્યંત ચૌટાલા, બબિતા ફોગાટ.

Download Our B K News Today App



Related News