રાજસ્થાનમાં સ્કૂલે જઈ રહેલી શિક્ષિકા પર 11KV વીજ લાઈનનો તાર પડ્યો, ઘટના સ્થળે જ મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 14:31:16
  • Views : 429
  • Modified Date : 2020-12-11 14:31:16

    રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં નોગામામાં ગુરુવારે સવારે કરુણ ઘટના બની છે. સ્કૂટી પર સ્કૂલે જઈ રહેલી એક શિક્ષિકા પર 11KV વીજ લાઈનનો તાર પડ્યો હતો. આ સાથે જ સ્કૂટી સળગીને રાખ થઈ ગઈ અને મહિલાનું પણ ઘટના સ્થળે મોત થયું છે.સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ઘટના સવારે 10 વાગ્યે બની છે. શિક્ષિકા પીમલ પાટીદાર નદીના કિનારે જઈ રહી હતી, ત્યારે ઉપરથી પડેલો વીજળીનો તાર સ્કૂટી પર પડ્યો હતો.


    નજીકના લોકોએ પણ મહિલાને બચાવવાની હિંમત ન કરી.મૃતક શિક્ષિકા બાગીદૌરાની રહેવાસી હતી અને પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષિકા હતી. ઘટનાસ્થળે પહોંચેલી તંત્રની ટીમે મહિલાના પરિવારજનોને ઘટનાની જાણ કરી અને લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધી.



Download Our B K News Today App



Related News