10 બેટ્સમેનમાંથી એક પણ 10 રન ન કરી શક્યું, 70 વર્ષમાં આ ટીમનો શરમજનક સ્કોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 17:32:33
  • Views : 518
  • Modified Date : 2019-08-24 17:32:33

એશિઝ સીરિઝની ત્રીજી મેચની પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડની આટલી ખરાબ સ્થિતિ થશે તેવું લાગતુ ન હતુ. ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચર શાનદાર બૉલિંગને કારણે ઓસ્ટ્રેલિયા 179 રનમા ઑલઆઉટ થઇ ગઇ, પરંતુ આ પછી કંગારૂ બૉલર્સે શાનદાર બૉલિંગ કરીને ઇંગ્લેન્ડની ટીમને માત્ર 67 રનમાં ઓલઆઉટ કરી દીધી. 71 વર્ષમાં પહેલી વખત ઇંગ્લેન્ડની આવી સ્થિતિ:

એશિઝ 2019ની ત્રીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 67 રન પર ઑલઆઉટ થઇ ગઇ. ઇંગ્લેન્ડની ટીમના બેટ્સમેન કંગારૂ બૉલર્સની સામે ના સારુ ફોર્મ કરી શક્યા. 1948 પછી આ પહેલી વખત એવુ બન્યુ હશે કે એશિઝમાં ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ઓછા સ્કોરમાં ઑલ આઉટ થઇ ગઇ હોય. આ અગાઉ 1948ના એશિઝ ટેસ્ટમાં ટીમ ઓવર મેદાન પર 52 રનમાં ઓલઆઉટ થઈ હતી. 

10 બેટ્સમેન પણ ના કરી શક્યા 10નો સ્કોર:

આ મેચમાં ઇંગ્લેન્ડના 10 બેટ્સમેન 10નો સ્કોર પણ ના કરી શક્યા. ઇંગ્લેન્ડની તરફથી સૌથી વધારે રન કરનારા બેટ્સમેન જો ડેનલી રહ્યો જેણે 12 રનની ઇનિંગ રમી. આ સિવાય જો બર્ન્સ 9 રન, જેસન રૉય 9 રન, જો રૂટ 0 રન, બેન સ્ટોક્સ 8 રન, જૉની બેયરસ્ટો 4 રન, જોસ બટલર 5 રન, ક્રિસ વોક્સ 5 રન, જોફ્રા આર્ચર 7 રન, માઇકલ લીચ 1 રન અને સ્ટુઅર્ટ બ્રોન્ડ 4 રન બનાવીને અણનમ રહ્યો. 

ઓસ્ટ્રેલિયાના બૉલર્સની શાનદાર બૉલિંગ:એશિઝની ત્રીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં કંગારૂ બૉલર્સે શાનદાર ફોર્મ બતાવ્યુ. વિકેટ લેવાના મામલામાં સૌથી આગળ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ, જેણે 5 વિકેટ લીધી. જોશ હેઝલવુડે સાતમી વખત ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સે 3 અને જેમ્સ પેટિન્સને 2 વિકેટ ઝડપી હતી. 

2019માં ત્રીજી વખત ઇંગ્લેન્ડની ટીમ 100માં ઑલઆઉટ:

વર્ષ 2019માં ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચમાં ત્રીજી વખત 100માં ઑલઆઉટ થઇ. આ વર્ષે ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ 77,  આયરલેન્ડ વિરુદ્ઘ 85 અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ઘ 67 રન પર ઑલઆઉટ થઇ. આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં 100ની અંદર આઉટ થનારી બીજી એક ટીમ આયરલેન્ડની છે. આયરલેન્ડ આ વર્ષે એક વખત 100ની અંદર ઑલઆઉટ થઇ. 

1907 પછી ઇંગ્લેન્ડના લીડ્સમાં ટીમનો સૌથી ઓછો સ્કોર. 

1907માં ઇંગ્લેન્ડની ટીમ  સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 76 રન કરીને ઑલઆઉટ થઇ ગઇ હતી. આ પછી હવે એટલે કે વર્ષ 2019માં આ ટીમે સૌથી ઓછો સ્કોર ઓસ્ટ્રેલિયાની વિરુદ્ઘ 67 રનનો બનાવ્યો.


Download Our B K News Today App



Related News