નવેમ્બરમાં એક્ટિવ કેસમાં 1.35 લાખનો ઘટાડો, ઓક્ટોબરની સરખામણીએ 2.35 લાખ ઓછા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-01 13:01:59
  • Views : 360
  • Modified Date : 2020-12-01 13:01:59

    દેશમાં સોમવારે કોરોનાના 31 હજાર 179 કેસ નોંધાયા છે, 42 હજાર 282 દર્દી સાજા થયા અને 482 લોકોનાં મોત થયાં છે. નવેમ્બરમાં કુલ 12.79 લાખ કેસ આવ્યા. એમાંથી 13.99 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 15 હજાર 508 દર્દીનાં મોત થયાં છે. જોકે એક્ટિવ કેસમાં 1.35 લાખનો ઘટાડો નોંધાયો છે. એ ઓક્ટોબરથી 2.35 લાખ ઓછા છે. એ સમયે 3.70 લાખ કેસ પ્રકાશમાં આવ્યા હતા.

    દેશમાં કોરોનાનો આંકડો 94.63 લાખ થયો છે. એમાંથી 88.73 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.37 લાખ દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. હાલ 4 લાખ 40 હજાર દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવાના હેતુથી રાજ્ય સરકારે લોકોને મોટી રાહત આપી છે. હવે રાજધાનીની પ્રાઈવેટ લેબમાં 800 રૂપિયામાં જ કોરોનાના ટેસ્ટ થશે. અત્યારસુધીમાં એના માટે 2400 રૂપિયા આપવા પડતા હતા.વાઈસ-પ્રેસિડેન્ટ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે ભારતે કોરોના વાઈરસ પેનડેમિક સામે બહાદુરીથી લડાઈ લડી છે. અર્થવ્યવસ્થા પણ ઝડપથી સ્થિર થશે. ભારતમાં મૃત્યુદર પણ વિશ્વમાં સૌથી ઓછો છે. ગ્લોબલ સ્તરે એની પ્રશંસા કરવામાં આવી છે.સરકારે કોરોનાના મુદે 4 ડિસેમ્બર એટલે કે શુક્રવારે ઓલ પાર્ટી મીટિંગ બોલાવી છે. વિડિયો-કોન્ફરન્સિંગથી થનારી આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા જેનોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઈ અને ડો.રેડ્ડીઝની ટીમોની સાથે ચર્ચા કરી. આ કંપનીઓની વેક્સિન ટ્રાયલ અલગ-અલગ સ્ટેજમાં છે.કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને સોમવારે કહ્યું હતું કે આગામી વર્ષે જુલાઈ-ઓગસ્ટ સુધીમાં દેશના 25થી 30 કરોડ લોકો સુધી વેક્સિન પહોંચાડવામાં આવશે. એ મુજબ સરકાર તૈયારી કરી રહી છે.

    ઓડિશા સરકારે કોવિડ-19ના વધતા કેસોને રોકવા માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. એ મુજબ રાજ્યમાં 31 ડિસેમ્બર સુધી મોટે પાયે થનારા સોશિયલ, પોલિટિકલ, સ્પોર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ, એકેડેમિક, કલ્ચરલ, રિલિજિયસ કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે.

Download Our B K News Today App



Related News