ઝાયડસ કેડિલામાં બની રહેલી DNA આધારિત રસી વિશે જાણવા પ્લાન્ટની મુલાકાત લીધી. સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય છે અને ભારત સરકાર તેમના પ્રયત્નોમાં તેમની સાથે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 15:00:54
  • Views : 379
  • Modified Date : 2020-11-28 15:00:54

    એક તરફ અમદાવાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. હાલમાં વડાપ્રધાનની ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક થઈ હતી. જેમાં વૅક્સિન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.ત્યાર બાદ તેમણે વૅક્સિન તૈયાર કરનાર સાયન્ટિસ્ટો સાથે પૂછપરછ કરીને વૅક્સિનની સમીક્ષા પણ કરી હતી. મોદીએ PPE કીટ પહેરીને ઝાયડસના પ્લાન્ટમાં કોરોનાની ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. તેઓ અહીં એક કલાક જેટલું રોકાયા હતાં. ત્યાર બાદ તેઓ પુણે જવા માટે ચાંગોદર હેલિપેડ પરથી વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે રવાના થયાં હતાં. જ્યાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.વડાપ્રધાન મોદીએ ઝાયડસની મુલાકાત લીધા બાદઝાયડસ બાયોટેકના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન ઝાયડસ બાયોટેકની વિઝિટ માટે પધાર્યા હતાં. એમની આ મુલાકાતથી અમે અને અમારા સૌ સાયન્ટિફિક સ્ટાફ ખૂબજ પ્રોત્સાહિત થયાં છીએ એમની ઊંડી સમજ અને એમની દિર્ધદ્રષ્ટિને કારણે તેમણે અમને સારા સૂચનો અને ગાઈડન્સ પણ પ્રોવાઈડ કર્યાં છે. તેમણે અમારા પ્લાન્ટની મુલાકાત લીધી છે અને તેનાથી અમે સૌ પ્રોત્સાહિત થયાં છીએ.

   આત્મનિર્ભર ભારતની આ સફરમાં ઝાયડસના 25 હજાર કર્મચારીઓ, 1800થી વધારે સાયન્ટિસ્ટ સતત આ મહામારીની સામે નવી દવાઓ, નવી વૅક્સિન અને નવું ડાયગ્નોસ્ટિક આપવા માટે અવિરત પ્રયત્નો કરી રહ્યાં છે. આપ સૌને હું સ્વસ્થતાની શુભકામનાઓ આપું છું.અને આશા રાખું છું કે આપ સૌ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશો અને માસ્ક પહેરીને ફરશો.વડાપ્રધાન મોદી ઝાયડસની કોરોના વેક્સિન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો સાથે મળીને ફેઝ-2ના પરિણામોની ચર્ચા કરી હતી. ઝાયડસની રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ઓગસ્ટમાં શરુ થયું હતું અને જે નવેમ્બરની શરૂઆત સુધી ચાલ્યું હતું. મળતી વિગતો મુજબ વડાપ્રધાન અને પંકજ પટેલ વચ્ચે ફેઝ-3ની શરૂઆત અંગે પણ ચર્ચા કરી હતી. કંપનીએ અગાઉ ડિસેમ્બરથી ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરુ કરવાની પણ વાત કરી હતી.ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત બાદ PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું 'ઝાયડસ કેડિલામાં બની રહેલી DNA આધારિત રસી વિશે જાણવા પ્લાન્ટની મુલાકાત લીધી. સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય છે અને ભારત સરકાર તેમના પ્રયત્નોમાં તેમની સાથે છે.'ઝાયડસ કોરોનાની વેક્સિન વિકસાવવાની સાથે સાથે તેનું ઉત્પાદન પણ શરુ કરવા ઉપર કામ કરી રહી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કંપની તેના એક પ્લાન્ટમાં જ 10 કરોડ ડોઝ બની શકે તેવો પ્લાન્ટ પણ બનાવી રહી છે.


    અમદાવાદની ઝાયડસ બાયોટેકમાં કોરોના વેકસીનનું પ્રોડક્શન થશે જે માટે ઝાયડસ બયોટેકની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદની ઝાયડસ બયોટેકમાં ઝાયકોવ- ડી વેકસીન પર કામ ચાલી રહ્યું છે.હાલ આ વેક્સીનની તૈયારીઓ પર નજર નાખવા ખુદ વડાપ્રધાન અમદાવાદ આવ્યા છે. અમદાવાદ પધારેલા વડાપ્રધાનના સ્વાગત સત્કાર માટે પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, સામાન્ય વહીવટ વિભાગ ના અધિક મુખ્ય સચિવ કમલ દયાની અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને ચીફ પ્રોટોકોલ ઓફિસર તેમજ અધિક સચિવ જ્વલંત ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News