ગુજરાતની ક્ષત્રિય દીકરી અમેરિકનની ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બનશે, CMએ શુભેચ્છા પાઠવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-23 12:51:51
  • Views : 672
  • Modified Date : 2020-09-23 12:51:51

      27મી સપ્ટેમ્બરે ‘દીકરી દિવસ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરી અમેરિકામાં 3 મહિનાની આકરી ટ્રેનિંગ લઈ ન્યુકેલિયર સ્પેશિયાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છા પણ પાઠવી છે. ઝીંઝુવાડાના કનકસિંહ ઝાલા અને ફાલ્ગુનીબા ઝાલાની 20 વર્ષની દીકરી દેવકીબા ઝાલાએ ગત સપ્તાહમાં અમેરિકન આર્મીની 3 મહિનાની ખૂબ જ આકરી ટ્રેનિંગ પૂર્ણ કરી એડવાન્સ ઇન્ડિવિજ્યુલ ટ્રેનિંગ (AIT)માં પ્રવેશ મેળવી CBRN ( કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર ) સ્પેશિયાલિસ્ટ બની અમેરિકન આર્મીમાં સેવા બજાવશે. અમેરિકામાં રહેતા તેના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીએ 65 પાઉન્ડ વજન સાથે 10 માઇલનો વોક, ગેસ ચેંબરમાં કામ, બોમ્બ ફોડવા અને રાઇફલો ચલાવવાની તાલીમ લીધી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે આર્મીમાં ગુજરાતમાંથી ખૂબ ઓછા લોકો જાય છે ત્યારે ગુજરાતની એક ક્ષત્રિય દીકરીએ અમેરિકન આર્મીની આકરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગુજરાતનું જ નહિ, પણ સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે. દેવકીબાને શુભેચ્છા પાઠવું છું.ઝીંઝુવાડાના અને અમેરિકામાં વસવાટ કરતા કનકસિંહ ઝાલાના ભાઈ ઘનશ્યામસિંહ ઝાલાનો દીકરો જયદેવસિંહ ઝાલાએ પણ અમેરિકન એરફોર્સમાં ફરજ બજાવવાની સાથે ઝીંઝુવાડા ગામનું અને ઝાલા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે.

Download Our B K News Today App



Related News