પહેલી વખત તીર્થ યાત્રાના સ્થળ પર થવા જઈ રહ્યું છે જીરો વેસ્ટ મેનેજમેન્ટ, કચરામાંથી મળતા પ્લાસ્ટિકને કરવાં આવશે રિસાઇકલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 14:44:58
  • Views : 290
  • Modified Date : 2022-07-02 14:44:58


સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત એક જુલાઈથી એટલે કે આજથી જ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત થઈ ગયું છે. દેશમાં નીકળતા સૂકા કચરામાં લગભગ 50 ટકા પ્લાસ્ટિક હોય છે, કચરા અને પ્લાસીટકથી પર્યાવરણને થતાં નુકશાનને ધ્યાનમાં રાખીને વિશ્વ પ્રસિધ્ધ અમરનાથ યાત્રાની સ્વચ્છતા અભિયાનને નવું શિખર પ્રદાન કરે છે. આ વખતે આ યાત્રા માર્ગમાંથી નીકળતા કચરાને રિસાઈકલ કરવામાં આવશે. ભીના કચરાનું ખાતર બનાવવામાં આવશે અને સૂકા કચરા જેવા કે પ્લાસ્ટિકને રિક્સાઇકલ પ્લાન્ટ સુધી પંહોચડવવામાં આવશે. જીરો વેસ્ટ મેનેજમેન્ટનું આ કામ યાત્રાના પહેલા દિવસે એટલ કે આજથી જ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરની પહેલ 
43
દિવસ સુધી ચાલનાર આ યાત્રામાં જીરો વેસ્ટ મેનેજમેટનું કામ જમ્મુ કશ્મીરના ગ્રામીણ વિકાસ વિભાગના ડાયરેક્ટરેટ ઓફ સેનિટાઈજેશનના નિર્દેશન હેઠળ કરવામાં આવી રહ્યું છે. વિભાગે આ જવાબદારી ભારતીય પ્રોધ્યોગિક સંસ્થાન ઇન્દોરના બે પૂર્વ છાત્ર રોહિત અગ્રવાલ અને જ્વલંત શાહના સ્ટાર્ટઅપ "સ્વાહા"ને સોંપ્યું છે. સ્ટાર્ટઅપના સીઇઓ સમીર શર્માનું કહેવું છે કે પહેલી વખત કોઈ ધાર્મિક સ્થળ પર જીરો વેસ્ટ મેનેજમેન્ટનો પ્રયોગ કારવમાં આવી રહ્યો છે. 


અભિયાનમાં લાગી 300 લોકોની ટીમ 
અમરનાથ યાત્રાના બંને માર્ગ પર 12 કેમ્પ બનાવવામાં આવ્યા છે જ્યાં કચરાથી ખાતર બનાવવાના મશીન પણ લગાવવામાં આવ્યા છે. ચાર જગ્યા પર ઇલેક્ટ્રિક મશીન લગાવવામાં આવ્યા છે તો બીજી આઠ જગ્યા પર મૈન્યુઅલ મશીન લગાવવામાં આવ્યા છે. ત્યાંથી મળતા ભીના કચરાથી ખાતર બનાવાશે અને પ્લાસ્ટિક જેવા કચરાને રિસાઈકલ માટે મોકલવામાં આવશે. જો કે સ્વાહા સ્ટાર્ટઅપ દ્વારા ઈન્દોરમાં યોજાયેલ આઈપીએલના મેચ દરમિયા જીરો વેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 


અત્યાર સુધી ક્યાં ક્યાં પ્રયાસો થયા 
સિક્કિમ પહેલુ રાજ્ય છે જ્યાં વર્ષ 1998માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો
પ્લાસ્ટિક પ્રદૂષણ બચવા માટે  ત્યાં સાર્વજનિક સ્થળો, જંગલો અને સમુદ્રના કિનારા કાર સફાઇ અભિયાન ચાલી રહ્યું છે. 
કેરળમાં 28 માછીમારોને માછલી પકડવા સિવાય પ્લાસ્ટિકના કચરા શોધવા માટે પણ નિયુક્ત કારવમાં આવ્યા છે. આ મિશનથી 10 મહિનાની અંદર 25 ટન પ્લાસ્ટિક કચરો કાઢવમાં સફળ રહ્યા છે. 


વિશ્વમાં ક્યા આવા પ્રયાસો થયાં છે 
વનુઆતુ દુનિયાનો પહેલો દેશ છે જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર રોક લગાવવામાં આવી હતી 
જર્મની, ફિનલેન્ડ, ડેન્માર્ક અને ઔસ્ટ્રેલિયાના ઘણા હિસ્સામાં પ્લાસ્ટિકની ખાલી બોટલો જમા કરાવવા પર પૈસા આપવામાં આવે છે. 


 


 


Download Our B K News Today App



Related News