સુઇગામના દુધવાની યુવતિની ગામના જ શખ્સે છેડતી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 14:48:10
  • Views : 894
  • Modified Date : 2020-07-25 14:48:10

સુઇગામના દુધવા ગામે ઉકરડે છાણ નાખવા જતી યુવતિની છેડતી કરી તેની પાસે અભદ્ર માંગ કરતા યુવતિએ બુમાબુમ કરી તો તેના સબંધીઓ આવી જતા શખ્સ ભાગી જઇ અવાર-નવાર પીછો કરી છેડતી કરતા યુવતિએ ગામના શખ્સ સામે ફરિયાદ નોધાવી છે. દુધવા ગામે રહેતી યુવતિ મંગળવારે છાણ નાખવા ગામના ઉકરડે જતી હતી.ત્યારે ગામના જ દીનેશભાઇ રવાભાઇ રબારી નામના શખ્સે એકલતાનો લાભ ઉઠાવી યુવતી સાથે છેડછાડ કરી અભદ્ર માંગ કરતા યુવતિએ ના કહી તો શખ્સ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જો કે યુવતિએ બુમાબુમ કરવા લાગતા યુવતિના સંબંધીઓ આવી ગયા હતા અને શખ્સ જતો રહ્યો હતો. જો કે તે બાદ પણ વારંવાર શખ્સ યુવતિનો પીછો કરી છેડતી કરતા યુવતિએ ગામના જ દીનેશભાઇ રવાભાઇ રબારી સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News