આડાસંબંધોની શંકા રાખી યુવતીના સગાઓએ પાલનપુરના યુવકની હત્યા કરી હોવાનું ખુલ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-06 12:18:25
  • Views : 956
  • Modified Date : 2020-07-06 12:18:25

 પાલનપુરના આકેસણ રોડ પરથી બુધવારે વહેલી સવારે મળી આવેલા યુવકના મૃતદેહ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ દરમિયાન શનિવારે એટલે કે હત્યાના ત્રણ દિવસમાં જ પોલીસ હત્યારાઓ સુધી પહોંચી ગઈ હતી. અને આડા સંબંધોની શંકામાં યુવકની હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરના આકેસણ રોડ પર આવેલી સૂરજ પાર્ક સોસાયટીમાં રહેતો ધ્રુવકુમાર લલિતભાઈ મકવાણા મંગળવારે રાત્રે ઘરેથી કામ અર્થે જતો હોવાનું અને 10 મિનિટમાં પરત આવવાનું કહી નીકળ્યો હતો. બુધવારે સવારે આકેસણ રોડ પરની જ અક્ષત્તમ સોસાયટી નજીકથી ધ્રુવનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોએ ધ્રુવની હત્યા થઈ હોવાના આક્ષેપ કરતા પોલીસ દ્વારા મૃતદેહને પી.એમ. અર્થે ખસેડાયો હતો. જે બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે ધ્રુવના ફોનની તપાસ કરતા યુવતીનો ફોન આવ્યો હોવાનું ખુલતા પોલીસ યુવતી સુધી પહોંચીને યુવતીની પૂછપરછ કરતા યુવતીએ તેના બે સગા સંબંધીઓએ ધ્રુવને બોલાવવાનું કહ્યું હોવાનું અને તેને ફોન કરી કરતાં ધ્રુવ પહોંચતા જ તેને માર માર્યો હોવાનું કબૂલતા પોલીસે માર મારનારા પ્રહલાદસિંહ જેણાજી કાળુજી રાઠોડ(દરબાર)(રહે.આકેસણ, નરેશભાઇ રાજાભાઇ બેરાના ખેતરમાં) અને લાલસિંગ સોમાજી પ્રધાનજી પરમાર(દરબાર)(રહે.આકેસણ, પ્રકાશભાઇ પરથીભાઇ બેરાના ખેતરમાં)ને ઝડપી પાડી તેમની સઘન પૂછપરછ કરતાં બંને શખ્સોએ યુવકની મારઝુડ કરતા મોતને ભેટ્યો હોવાનું કબુલ્યું હતું. જેને લઇ પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News