પાલનપુરના પખાણવા ગામે યુવક-યુવતિએ આત્મહત્યા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 13:15:35
  • Views : 806
  • Modified Date : 2020-03-17 13:15:35

પાલનપુરના પખાણવા ગામે  યુવક-યુવતિએ આત્મહત્યા કરી 

પાલનપુર તાલુકાના પખાણવા ગામે યુવક અને યુવતિએ અગમ્ય કારણોસર પખાણવા પ્રાથમિક શાળાની અંદર ટુંપો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે હજુ કારણ અકબંધ છે. બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલમાં છેલ્લાં એક મહિનાથી અનેક યુવક અને યુવતિઓએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે. હાલમાં લોકો ક્યાંક નહેરમાં પડી આત્મહત્યા કરે છે. તો ક્યાંક ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરે છે ત્યારે આવા બનાવો ન બને તે માટે દરેક સમાજના લોકોમાં જાગૃતિ લાવી જરૂરી છે. ત્યારે આવો જ એક બનાવ  પાલનપુરમાં બનવા પામ્યો હતો. પાલનપુર તાલુકાના પખાણવા ગામે યુવક અને યુવતિની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બંને યુવક અને યુવતિ વખાણવા ગામના રહેવાસી છે. જેમાં માજીરાણા જીતેન્દ્રભાઈ હરચંદભાઈ અને માજીરાણા દિવ્યાબેન રમેશભાઈ નામની યુવતિ અને યુવકે પખાણવા પ્રાથમિક શાળામાં આત્મહત્યા કરી હતી. જ્યારે આ વાતની જાણ સવારે આજુબાજુના લોકોને થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ આત્મહત્યાના સમાચારથી  આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. જે બાદ આજુબાજુના લોકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી હતી અને પોલીસ આ બને યુવક-યુવતિની લાશનો કબ્જો મેળવી ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે દીશામાં તપાસ શરૂ કરી હતી. પરંતુ આ યુવક-યુવતિએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તેનું કારણ હજુ સુધી અકબંધ છે. પરંતુ હાલ તો પોલીસે આ બને યુવક યુવતિની લાશને પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી હતી.


Download Our B K News Today App



Related News