હૈદરાબાદમાં જેવું થયું હતું તેવું તારી સાથે કરી એસિડ ફેંકીશ, યુવકની સગીરાને ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 17:06:37
  • Views : 505
  • Modified Date : 2020-01-03 17:06:37

તાજેતરમાં જ રાજ્યમાં બળાત્કાર અને છેડતીના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતી સગીરાને ઉઠાવી હૈદરાબાદમાં ડોકટર યુવતી સાથે થયું તેવું તારી સાથે કરી એસિડ છાંટવાની ધમકી પણ આપી હતી. સોલા પોલીસે આરોપી ગુલાબસિંહ વાઘેલાની ધરપકડ કરી છે.આરોપી સગીરાને ફોન કરી વાત કરવા દબાણ કરતો હતોઆ સગીરા ગોતા હાઉસિંગમાં પરિવાર સાથે રહે છે. સગીરા વંદે માતરમ ચાર રસ્તા પાસે ટ્યુશન ક્લાસિસમાં જાય છે. છેલ્લા 15 દિવસથી ગુલાબસિંહ વાઘેલા નામનો યુવક સગીરાનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો. તેમજ ફોન કરી પજવણી કરી વાત કરવા માટે દબાણ કરતો હતો. ગુલાબસિંહે સગીરાને એવી ધમકી આપી હતી કે થોડા દિવસ પહેલા હૈદરાબાદમાં જેવી ઘટના બની હતી તેવું તારી સાથે કરી એસિડ છાંટવાની ધમકી આપી હતી. જેથી સગીરા ડરી ગઈ હતી. સગીરા ટ્યુશનમાં ગઈ હતી ત્યારે તેને એક શીશી જેવું બતાવી તેને સૂંઘાડી દેવાની ધમકી પણ આપી હતી. જેને લઈ સોલા પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુલાબસિંહ વાઘેલા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Download Our B K News Today App



Related News