માંડવી તાલુકાનો પૂર્વ સરપંચ 5 વર્ષથી અપંગ યુવતીના દેહને પીંખતો રહ્યો, યુવતીએ જણાવી એવી દર્દનાક કહાની કે…

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 14:45:53
  • Views : 437
  • Modified Date : 2019-10-21 14:46:24

માંડવી તાલુકાની દિવ્યાંગ યુવતીને પાંચ વર્ષથી ફોટો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારવાના મામલે અરજી થયા બાદ આખરે પીપરીના પૂર્વ સરપંચ સામે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ, માંડવી અને દરશડી પાસે એમ અવાર નવાર 28 વર્ષીય દિવ્યાંગ યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવી રહ્યો હતો. માંડવી તાલુકાના પીપરી ગામનો પૂર્વ સરપંચ વાલજી ભવાનજી સંઘાર વર્ષ 2014 તેને એક સામાજીક પ્રસંગમાં મળ્યો હતો.બાદમાં તે નોકરી આપવવાનું કહીને એક રાજકીય આગેવાનની ઓફિસ તથા જી.કે જનરલ હોસ્પિટલમાં એક તબીબ પાસે લઇ ગયો હતો, જ્યાં તેનો ઈન્ટરવ્યૂ પણ લેવાયો હતો. 28 વર્ષીય પીડિતાએ આપેલ ફરિયાદમાં કહ્યું હતું કે, માંડવીના જૈન ધર્મશાળામાં અવારનવાર આરોપી લઈ જતો હતો અને તેને નગ્ન ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો.આખરે ત્રસ્ત થયેલ પીડિતાએ સમગ્ર મામલે ઉચ્ચકક્ષાને અરજી આપી હતી અને ત્યારબાદ તે એકાએક ભેદી સંજોગોમાં લાપતા બની હતી. જો કે, રવિવારે તે ભુજ એસપી કચેરી ખાતે આવી હતી અને જ્યાં તેણે સમગ્ર આપવીતી વર્ણવી હતી.


Download Our B K News Today App



Related News