થરાદના ડેલ પાસે નર્મદાની કેનાલમાં યુવતિએ લગાવી મોતની છલાંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 11:37:08
  • Views : 456
  • Modified Date : 2019-07-21 11:37:08

થરાદના ડેલ ગામે શનિવારે વહેલી સવારે એક યુવતિએ કેનાલમાં મોતની છલાંગ લગાવી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. થરાદ નગરપાલિકાના તરવૈયાઓએ મૃતદેહની બહાર નીકાળી પરિવાજનોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. જોકે, પરિવારજનોએ યુવતિ અસ્થિર મગજની હોવાનું જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં કુદી આત્મહત્યા કરવાના બનાવો રોકાવાનું નામ નથી લેતા. ત્યાં શનિવારે વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ એક અસ્થિર મગજની યુવતિએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે.  અસ્થિર મગજની યુવતિએ કેનાલમાં ઝંપલાવી આપધાત કરી લીધાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા લોકોના ટોળેટોળા કેનાલ ખાતે ઉમટી પડયા હતા. જોકે, સ્થાનિકોએ થરાદ
પાલિકાને જાણ કરતા ફાયર ટીમ તરવૈયાઓ સાથે આવી
પહોંચી મૃતક યુવતિની લાશ શોધી કાઢી હતી.

Download Our B K News Today App



Related News