યુવાન પર બે શખ્સોનો હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 12:59:19
  • Views : 640
  • Modified Date : 2020-07-22 12:59:19

 દિયોદરમાં અદાવત રાખી ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર પર બે શખ્સે હુમલો કરતાં ફરિયાદ નોંધાઈ છે. ઓઢા ગામના રાજેશભાઈ ઉર્ફે રાજભાઈ મેવાભાઈ ગજ્જર ખાનગી ચેનલમાં કામ કરે છે.તેઓ મંગળવારે બપોરના સમયે માળી પાર્લર પાસે બેઠા હતા.તે દરમ્યાન બે શખ્સોએ બોલાચાલી કરી સમાચાર  પ્રસિદ્ધ કરવા મુદ્દેની અદાવત રાખી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજભાઈ  ડી.પી.પટેલ(રહે ખાણોદર,) તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News