ઓડું ગામમાં એકલવાયું જીવન જીવતા યુવાનની સાથળમાં ઝરીના ઘા ઝીંકી હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 15:00:45
  • Views : 505
  • Modified Date : 2020-03-01 15:00:45

 તાલુકાના ઓડું ગામે રહેતા 32 વર્ષીય યુવાન દશરથ ઠાકોરની તેના ગામના જ 3 થી 4 યુવાનોએ સાથળના ભાગે છરીના બે ઘા મારી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. ત્યાર બાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી દવાખાને લઇ જઇ પાટડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકાના ઓડું ગામે રહેતા દશરથ કલાભાઇ ઠાકોર મજૂરી કામ કરીને એકલવાયું જીવન જીવતો હતો. શનિવારે મોડી રાત્રે ઓડુંથી રણમાં જવાના રસ્તે આ યુવાનને સાથળના ભાગે છરીના બે ઘા મારી ક્રૂર હત્યા કરી ગામના 3થી 4 શખ્સો ફરાર થઇ ગયા હતા. પોલીસે ઓડું ગામના વિષ્ણુભાઇ ઠાકોરની ફરીયાદના આધારે આરોપીઓ વિરૂધ્ધ હત્યા અંગેનો ગુનો દાખલ કરી નાસી છુટેલા આરોપીઓને ઝડપીલેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

Download Our B K News Today App



Related News