વડગામ વન વિભાગની બેદરકારીથી મેપડાના યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:04:09
  • Views : 504
  • Modified Date : 2019-05-21 11:04:09

વડગામમાં આવેલી વન વિભાગ કચેરીના કારણે
મેપડાના આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. જેમાં શનિવારે સાંજે આવેલા વાવાઝોડા ના કારણે પેપોળ નજીક બાવળના ઝાડ સાથે મોડી રાત્રે બાઈક ટકરાતાં મેપડાના  યુવકનું મોત નિપજ્યું અને એક યુવકને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો.
વડગામ પંથકમાં છેલ્લા બે દિવસ પહેલા વાતાવરણમાં
પલટો આવ્યો હતો અને ભારે
પવન  પવન સાથે વાવાઝોડું
ફૂંકાયું હતું. જેમાં છનિયાણામાં એક ઘર પર ઝાડ પડયું હતું. તો પેપોળ નજીક રોડ પર બાવળનું એક મોટું ઝાડ ધરાશયી થયું હતું. જેના કારણે રસ્તો બંદ થઈ ગયો હતો. અને અવર જવર કરતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા હતા. પણ આ રોડ પર પડેલા ઝાડને ખસેડવાની ફુરસત ના તો વન વિભાગને મળી કે ના તંત્રને અને આ ઝાડ રોડ પર પડી રહ્યું હતું. જેના કારણે રવિવાર મોડી રાતે
મેપડાના અરૂણભાઇ લાખાભાઇ વાલ્મીકિ અને તેમની સાથે બીજો એક યુવક એમ આ બંન્ને જણ મોડી રાત્રે બાઈક લઇ આવી રહ્યા હતા ત્યારે અચાનક બાઈક ઝાડ સાથે ટકરાઇ જતાં મેપડાના અરૂણભાઇનું ઘટના સ્થળે મોત  થયું હતું અને બીજા યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો.  મૃતકની ડેડ બોડીની વડગામ સી.એસ.સી.માં પી.એમ. માટે લાવવામાં આવી હતી.  આ અંગેની જાણ તેના કુટુંબીજનોને થતા તેઓ વડગામ દવાખાને દોડી આવ્યા હતા. અને આ અંગે પોલીસને પણ જાણ થતાં વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News