પાલનપુરમાં યુવકનો મૃતદેહ મળ્યો પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 14:16:10
  • Views : 874
  • Modified Date : 2020-07-02 14:16:10

પાલનપુરના આકેસણ રોડ પર આવેલા ફાટક નજીકના વિસ્તારમાંથી બુધવારે વહેલી સવારે શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પાસેથી મળેલા પુરાવા કબજે કરી તપાસ શરૂ કરી હતી. આકેસણ રોડ પર બનાસ આઇસ ફેકટરીની સામે આવેલી સૂરજ પાર્ક સોસાયટીમાં રહેતો ધ્રુવ લલિતકુમાર મકવાણા મંગળવારે રાત્રે 9 વાગ્યા આસપાસથી ઘરેથી ગુમ થઇ ગયો હતો. પરિવારના લોકોએ આસપાસમાં શોધખોળ કરી પરંતુ કોઇ જ પત્તો લાગ્યો ન હતો. બુધવારે સવારે ટ્રેનીંગ સેન્ટરની દીવાલ નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવક પાસેથી મળેલા પુરાવા કબજે કર્યા હતા. જોકે મૃતકના પરિવાર દ્વારા યુવકની હત્યા થઈ હોવાના આક્ષેપો કરાતાં પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સ્થાનિક તબીબ સહિત મેડિકલ કોલેજના એક્સપર્ટ તબીબો દ્વારા મૃતદેહનું પી.એમ. કરી રિપોર્ટ માટે એફએસએલમાં મોકલાયું હતું. પરિવારના આક્ષેપને પગલે પોલીસે યુવકના મોતનું કારણ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Download Our B K News Today App



Related News