યુવાન ઉપર હુમલો થતાં કુહાડી ગાલમાં ફસાઇ ગઇ, ગાલમાં કુહાડી સાથે હોસ્પિટલ લઇ જવાતા સર્જરી કરીને બહાર કઢાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 12:17:07
  • Views : 874
  • Modified Date : 2020-03-04 12:17:07

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વાકાનેર ગામમાં ખેતરમાં સૂઇ રહેલા યુવાનને ગાલના ભાગે કુહાડી મારીને હુમલાખોર નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને ગાલમાં કુહાડી સાથે જ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બોડેલી ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. જ્યાં ડોક્ટરે સર્જરી કરીને યુવાનના ગાલમાંથી કુહાડી કાઢી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વાકાનેર ગામમાં ખેતરમાં રાત્રે પ્રકાશભાઇ વદેસિંગભાઇ રાઠવા અને તેમના પત્ની ભનતીબેન મકાઇ સાચવવા માટે ગયા હતા. રાત્રીના સમયે મોડે સુધી જાગ્યા હતા અને ત્યારબાદ સૂઇ ગયા હતા. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ તેઓની પથારી નજીકમાં પગલાનો અવાજ આવતા ભનતીબેન જાગી ગઇ હતી અને પતિ પ્રકાશભાઇને જગાડવા જતા તેમના ડાબા ગાલ પાસે કોઇ કુહાડી મારેલી હતી. અને લોહી નિકળતું હતું. કુહાડી લાકડા સાથે જ ફસાઇ ગઇ હતી. આજુબાજુ તપાસ કરતા કોઇ જોવા મળ્યું નહોતુ. પરંતુ નજીકમાં રોડ ઉપરથી એક ઇસમ સેલથી બાઇક લઇને ગામ તરફ જતા જોવા મળ્યો હતો. પત્નીએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત પ્રકાશભાઇને ગાલમાં કુહાડી સાથે જ બોડેલીની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો અને ગાલમાંથી કુહાડી કાઢવામાં આવી હતી. બોડેલીની ખાનગી હોસ્પિટલના ડૉ. અમિત પટેલ એ જણાવ્યું હતું કે, દર્દીનાના ગાલના ભાગે ફસાયેલી કુહાડીને બહાર કાઢવાની થોડી જટીલ સર્જરી હતી. ઘા ઉંડો પણ હતો. અડધો કલાકની સર્જરી બાદ કુહાડી બહાર કઢાઇ હતી. અંદર 3 જેટલા ફ્રેકચર છે. હાલ દર્દીની તબિયત સારી છે.

Download Our B K News Today App



Related News