થરાદની નહેરમાં બેણપ ગામના યુવકે ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 15:21:26
  • Views : 439
  • Modified Date : 2020-03-06 15:21:26

થરાદ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં બેણપના યુવકે આપઘાત કરતાં ચકચાર મચી છે.તરવૈયાની મદદથી લાશ બહાર કાઢી વાલીવારસોને સોંપાઈ હતી. થરાદ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં કોઇ અગમ્ય કારણોસર સુઇગામ તાલુકાના બેણપ ગામના નીતેશભાઈ મુકિતભાઈ પંડ્યા (ઉં.વ.આ.20) બુધવારે નહેરમાં પડતું મૂકી મોતને વ્હાલું કર્યું હતું. જોકે ઘટનાની જાણ પરિવારને થતાં પરિવાર ઘટના સ્થળે દોડી આવી પાલિકાના તરવૈયાને જાણ કરતાં તરવૈયા સુલતાનભાઇ મીર તેમજ ફાયરટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી. ઘટનાને પગલે મુખ્ય નહેર પર ટોળેટોળાં એકત્રિત થઇ ગયા હતા. યુવકે નહેરમાં ઝંપલાવી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું.

Download Our B K News Today App



Related News