બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી નુકસાન થવાની સંભાવના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 18:22:59
  • Views : 865
  • Modified Date : 2020-01-03 18:25:40

 બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી નુકસાન થવાની સંભાવના

બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં વાવેતર પૂર્ણતાને આરે આવતાં ઘઉં, રાયડો, જીરૂ, વરીયાળી, રજકો અને શાકભાજીના પાકમાં ખેડૂતોએ પિયત શરૂ કરી દીધા છે. બીજી બાજુ ખાતરનો છંટકાવ પણ શરૂ થઇ ગયો હોવાથી યુરીયા ખાતર માટે ખેડૂતોની એક સાથે ડિમાન્ડ ઉભી થતા જ યુરીયા ખાતરની બજારમાં ભારે અછત ઉભી થવા પામી છે......બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝન ...... હેક્ટર જમીનમાં ખેડૂતોએ વિવિધ શિયાળુ પાકોનું વાવેતર થયું છે. નહેરો મારફતે પિયત માટે નર્મદાનું પાણી આપવામાં આવતાં હાલમાં ખેતીપાકોમાં ખેડૂતોએ પિયતનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી બાજુ ઘઉં, રાયડો, જીરૂ, બટાટા, રજકો અને શાકભાજીના પાકમાં ખાતરનો છંટકાવ શરૂ કર્યો હોવાથી વિવિધ વિસ્તારોમાં એક સાથે યુરીયા ખાતરની માંગ ઉભી થઇ છે. જેના પગલે સંઘો અને મંડળીઓ પર છેલ્લા દશ દિવસથી યુરીયા ખાતરની અછત ઉભી થવા પામી છે.  ખેડૂતો યુરીયા ખાતર મેળવવા માટે ડીસા ,પાલનપુર, થરાદ સહિત ના શહેરોમાં  આંટાફેરા મારી રહ્યાં છે. પરંતુ તેમને પૂરતો ખાતરનો જથ્થો મળતો નથી. ડીસા પંથક માં છેલ્લા દશ દિવસથી યુરીયા ખાતરની અછત ઉભી થવા પામી છે. જેથી યુરીયા ખાતર ના મળતા પાક ને નુકસાન થવાની ભીતિ ખેડૂતો ને સતાવી રહી છે ....... ખેડૂતો યુરિય ખાતર મેળવવા માટે શહેરોમાં ધક્કા ખાઇ રહ્યા છે પરંતુ યુરિયા ખાતર ના મળતા હાલાકી ભોગવી રહ્યા છે યુરિયા ની અછત સર્જાત જ હવે બટાટા, જીરું, એરંડા જેવા પાક ને નુકશાન થવાની ભીતિ ખેડૂતો ને સતાવી રહી છે આ અંગે વેપારી રમેશભાઈ માળીએ જણાવ્યું હતું કે, હાલમાં યુરીયા ખાતરની એક સાથે માંગ ઉભી થવા પામી છે જેથી અછતની સ્થિતિ છે......બનાસકાંઠા જિલ્લામાં પાંચ હજાર ટન યુરિયા ખાતરની જરૂરીયાત છે પરંતુ છેલ્લા દસ દિવસથી અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને જો બે ત્રણ દિવસમાં જ યુરિયા ખાતર નહીં મળતો ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે ત્યારે સરકાર બનાસકાંઠા જિલ્લામાં વારંવાર નુકસાન થતાં ખેડૂતો ની વહારે આવી યુરિયા ખાતર ની છૂટ થાય તેવા પ્રયાસો કરે તેવી ખેડૂતોની માંગ છે...

 


Download Our B K News Today App



Related News