યુવાન આંત્રપ્રિન્યોર્સ માટે યુથ વિંગની રચના કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-29 13:50:11
  • Views : 767
  • Modified Date : 2020-10-29 13:50:11

              ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હેઠળ યંગ આંત્રપ્રિન્યોર્સ માટે યુથ વિંગની રચના કરવામાં આવી છે. આ યુથ વિંગ દ્વારા વર્ષ 2020-21 માટે નવા ચેરપર્સનની પસંદગી અને કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં આ વર્ષ માટે ચેરપર્સન તરીકે પાર્થ દેસાઈની પસંદગી થઈ છે. જ્યારે કમિટીમાં કો-ચેરપર્સન તરીકે રૂનાલ પટેલ, કૌમિલ પટેલ અને સુહાની શાહને નિમણૂક કરવામાં આવ્યા છે.કમિટીના નવા ચેરપર્સન પાર્થ દેસાઈએ કહ્યું કે, કમિટીમાં યુવા બિઝનેસ આંત્રપ્રિન્યોર્સને પ્લેટફોર્મ આપવામાં આવે છે. જેના થકી કમિટી તેમને બિઝનેસ ડેવલપ કરવા અને તેને કઈ રીતે આગળ લઈ જવો તે માટે વિવિધ લીડરશિપ અને મેન્ટરશિપ વેબિનાર યોજશે. વિશ્વના ટોપ આંત્રપ્રિન્યોર્સ આ વેબિનારમાં ઉપસ્થિત રહેશે જેથી તેમના બિઝનેસને યોગ્ય માર્ગદર્શન મળી રહે.’ આ કાર્યક્રમમાં GCCIના ચેરપર્સન નટુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News