તમારા કામનું: ઉનાળામાં તરબૂચ ખાવાની ટેવ હોય તો વાંચી લેજો, ફાયદાની સાથે છે સાઈડ ઈફેક્ટ્સ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 17:57:09
  • Views : 290
  • Modified Date : 2022-04-10 17:57:09

 

તરબૂચ એક હેલ્ધી અને ટેસ્ટી ફળ છે

તરબૂચના વધુ પડતા સેવનથી થશે અનેક સમસ્યા

રાત્રિના સમયે તરબૂચ ખાવાથી પાચનની સમસ્યા સર્જાશે

 

ડાઈજેશન સાથે જોડાયેલી સમસ્યા

તરબૂચના વધુ પડતા સેવનથી તમારું આરોગ્ય જોખમાઈ શકે છે. આ સાથે અમુક નિષ્ણાંતો રાત્રિના સમયે પણ તરબૂચ ના ખાવાની સલાહ આપે છે. એક રિપોર્ટ મુજબ વધારે તરબૂચ ખાવાથી પેટમાં ગેસ, ડાયેરીયા અને સોજા જેવી સમસ્યાઓનો સામનો કરવો  પડી શકે છે. ખરેખર, ન્યુટ્રિશનિસ્ટ તરબૂચને ફ્રક્ટોઝની માત્રાને કારણે એક હાઈ FODMAP ફૂડ માને છે. ફ્રૂક્ટોજ એક મોનોસૈફ્રાઈડ અથવા એક સાધારણ સુગર છે, જેનુ વધુ માત્રામાં સેવન પેટમાં સોઝો અથવા અપચાનુ કારણ બની શકે છે. તેથી તબીબો તેને રાત્રે ખાવાની સલાહ ક્યારેય આપતા નથી. 

 

બ્લડ શુગર લેવલ

તરબૂચ એક હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ફૂડ છે. જેનુ અનિયમિત સેવન બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકાય છે. જો તમને ડાયાબિટીઝની સમસ્યા છે તો ખૂબ જ સાવધાનીપૂર્વક તેનુ સેવન કરવુ જોઈએ. જેમાં રહેલુ નેચરલ શુગર કન્ટેન્ટ ડાયાબિટીસના દર્દીઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

 

સ્કિનમાં ફેરફાર 

એક અભ્યાસ મુજબ વધુ માત્રામાં તરબૂચનુ સેવન ત્વચાના પીળા-સંતરા ડિસ્કલરેશન સાથે જોડાયેલુ હોઇ શકે છે. જેને લાઈકોપીનિમિયા કહેવામાં આવે છે. જે કૈરોટેનીમિયાનો એક પ્રકાર છે. લાઇકોપીન એક એન્ટીઑક્સિડેન્ટ અને પિગ્નેન્ટ બંને છે, જે તરબૂચ સહિત ઘણા ફળ અને શાકભાજીઓને લાલ રંગ આપવાનુ કામ કરે છે.

 

 

Download Our B K News Today App



Related News