પત્ની, સાસરીયાંના ત્રાસનો વીડિયો બનાવી યુવકનો કેનાલમાં કૂદકો, મોતના 25 દિવસ બાદ 7 સામે ગુનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:52:35
  • Views : 517
  • Modified Date : 2020-08-07 11:52:35

   થરાદ-વાવ હાઇવે પર આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં 13 જુલાઇએ વાવના રહેવાસી એસટી બસના ડ્રાયવરે પોતાની પત્નિ સહીત 7 લોકો ત્રાસ આપતા હોઇ આત્મહત્યા કરતો હોવાનો વિડીયો બનાવી કેનાલમાં મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. જો કે ઘટનાને 25 દિવસ બાદ મૃતક ડ્રાયવરના ભાઇએ વિડીયોમાં જણાવેેલા સાત સામે ફરિયાદ નોધાવી છે. વાવના પ્લોટ વિસ્તારમાં રહેતા અને થરાદ એસટી ડેપોમાં બસ ડ્રાયવર તરીકે ફરજ બજાવતા નાગજીભાઇ બાબુભાઇ પંડ્યાએ 13 જુલાઇએ પોતાની પત્નિ સહીત સાસરીયાના સાત લોકોના ત્રાસથી કંટાળી મોતને ભેટતો હોવાનો વિડીયો બનાવી વેદના પ્રદર્શીત કરી થરાદ-વાવ હાઇવે પર આવેલા શિતકેન્દ્ર નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમા મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું.

Download Our B K News Today App



Related News