હા... EDના કારણે જ મહારાષ્ટ્રમાં અમારી સરકાર બની છે: દેવેન્દ્ર ફડણવીસે સદનમાં આપ્યો સણસણતો જવાબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-04 13:48:18
  • Views : 326
  • Modified Date : 2022-07-04 13:48:18


મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસમત જીત્યા બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ અઘાડી ગઠબંધન પર મોટો પ્રહાર કર્યો હતો. તેમણે એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે, વોટિંગ દરમિયાન ED-EDના નારા લગાવામાં આવી રહ્યા હતા. વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, હા મહારાષ્ટ્રમાં ઈડીની મદદથી જ સરકાર બની છે. E- એકનાથ શિંદે અને D- દેવેન્દ્ર ફડણવીસ. આપને જણાવી દઈએ કે, એકનાથ શિંદેએ આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. તેમના સમર્થનમાં 164 વોટ પડ્યા હતા. તો વળી શિંદેના વિરોધમાાં 99 વોટ પડ્યા હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભામાં વોટિંગ દરમિયાન હોબાળો પણ થયો હતો. અહીં ધારાસભ્ય પ્રતાપ સરનાયકે શિંદે સરકારના સપોર્ટમાં વોટ કર્યો ત્યારે ઉદ્ધવ જૂથ તરફથી ED-EDના નારા લગાવામાં આવ્યા હતા. તેના પર દેવેન્દ્ર ફડણવીસે વળતો જવાબ આપ્યો હતો. 


મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું પણ કહ્યું હતું કે, મેં કહ્યુ હતું કે, હું પાછો આવીશ, પણ મેં આવું કહ્યું તો લોકોએ મારી મજાક ઉડાવી. હું પાછો આવ્યો છું અને એકનાથ શિંદેને પણ લાવ્યો છું. હું એ લોકો સામે બદલો લઈશ નહીં, જેમણે મારી મજાક ઉડાવી છે.


દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે, 2019માં તેમના ગઠબંધનને સરકાર બનાવાના નંબર મળ્યા હતા, પણ તેમને સત્તાથી દૂર રાખવામાં આવ્યા, પણ હવે એકનાથ શિંદે સાથે અમે ફરી વાર શિવસેનાની સાથે સરકાર બનાવી છે. એક સાચ્ચા શિવસૈનિકને સીએમ બનાવ્યા છે. પાર્ટી કમાન્ડના કહેવા પર મેં ડેપ્યુટી સીએમનું પદ સંભાળ્યું છે. 


Download Our B K News Today App



Related News