યસ બેંકમાંથીનાણાં ઉપાડવા આજે ખાતેદારો ફરી વાર લાઇન લગાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 11:54:37
  • Views : 353
  • Modified Date : 2020-03-11 11:54:37

 બેંકના સતાધીશોએ ખાતરી અપાયા બાદ યસ બેંકમાંથી થાપણો ઉપાડવા માટે સોમવારે ફરીથી યસએ બેંકની બહાર ખાતેદારો લાઇનો લગાવશે. જોકે યસ બેંકમાં એસબીઆઇ રોકાણ કરશે તેવી જાહેરાતથી ખાતેદારો રાહતનો શ્વાસ લીધો છે. શહેરમાં યસ બેંકની 7 બ્રાંચ ખાતે છેલ્લા બે દિવસથી ખાતેદારો લાંબી લાઇન લગાવે છે. મોટાભાગે સેલેરી એકાઉન્ટ હોવાથી ખાતેદારોના તહેવાર બગડયા છે.બે દિવસ બેંકોએ રૂ.50 હજારની રકમ કેટલાક ખાતેદારોને આપ્યા બાદ સર્વર સ્લો થઈ જતાં બાકીના ખાતેદારોને રોકડ રકમ મળી રહી નથી. કારેલીબાગના વેપારી કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, તેમના યસ બેન્કના કરંટ એકાઉન્ટસમાં મોટી રકમ જમા છે. જ્યારથી યસ બેંક કટોકટીમાં આવી છે ત્યારથી પૈસા લેવા બેંકમાં સવારથી લાઇનમાં લાગું છું,પણ મને રૂપિયા મળ્યા નથી. ખાનગી કંપનીમાં નોકરી કરતા મેહુલ પરમારે કહ્યું હતું કે, તેનો પગાર રૂ.9 હજાર છે. બેંકની સ્થિતિ બગડી તેની જાહેરાત પહેલાં કંપનીએ પગાર કર્યો હતો. તેના માટે રોજ લાઇનમાં ઊભો રહે છે.

Download Our B K News Today App



Related News