વડાપ્રધાનના વતનમાં બનશે એથેન્સ પછીનું વિશ્વનું બીજું સૌથી મોટું ‘હેરિટેજ મ્યુઝિયમ’: મોદી ઉતારશે જન્મભૂમિનું ઋણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-17 14:50:50
  • Views : 408
  • Modified Date : 2020-09-17 14:50:50

      વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાત દાયકાની સફર પૂરી કરીને 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વિશ્વભરમાં ભારતને ખ્યાતિ અપાવનારા નરેન્દ્ર મોદી આજે પણ પોતાના વતન વડનગરનું ઋણ ચૂકવવા સતત પ્રયત્નશીલ છે. વડનગરના વિકાસ થકી કાયાપલટના ડ્રીમ પ્રોજેક્ટ પર નરેન્દ્ર મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. આના પરિણામે આગામી દિવસોમાં વડનગર જ નહીં, સમગ્ર ગુજરાતને વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત થાય એ માટેના મેગા પ્રોજેક્ટ હવે અમલવારીના આરે છે.DivyaBhaskarની ટીમે વડનગર જઈને આ પ્રસંગે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં આવી ઘણી યોજનાઓ પર ચાલતાં કામની વિગતો પ્રાપ્ત કરી છે. હવે એ સમય દૂર નથી કે વડનગરમાં જમીનની અંદર 200 કરોડના ખર્ચે 7 માળ (લેવલ)નું એક અનોખું હેરિટેજ મ્યુઝિયમ બનશે. વિશ્વમાં ગ્રીસના એથેન્સ બાદ વડનગરમાં બનનારું આ બીજું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ હશે. આ ઉપરાંત વડનગરની દંતકથા સમાન ગાયિકાઓ તાના-રીરીની યાદમાં એક સંગીત અકાદમી, યોગની એક અનોખી સ્કૂલ શરૂ કરાશે. એટલું જ નહીં, વડનગરને ઉદયપુરની જેમ ગુજરાતની સૌપ્રથમ લેકસિટી પણ બનાવવામાં આવશે.નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈએ હેરિટેજ મ્યુઝિયમના પ્રોજેક્ટને સમર્થન આપતાં DivyaBhaskar સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્રભાઈ પોતાના વતનને ભૂલ્યા નથી. માત્ર ભારત જ નહીં, પરંતુ દેશ-વિદેશથી પ્રવાસીઓ વડનગર આવે એ માટે અહીં વિશ્વકક્ષાનું એક હેરિટેજ મ્યુઝિયમ બની રહ્યું છે. આ માટે જમીન સંપાદનની કામગીરી ચાલુ છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એ માટે રૂ.200 કરોડની ફાળવણી કરાઈ રહી છે. આ હેરિટેજ મ્યુઝિયમ ગ્રીસના એથેન્સના સુપ્રસિદ્ધ એક્રોપોલિસ ‘બિનેથ ધ સર્ફેસ’ એટલે કે જમીનથી અંદરની થીમ પર બનશે, એટલે જ તો એથેન્સ પછીનું આ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મ્યુઝિયમ બને એ માટેના પ્રયાસો ચાલુ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એક્સપર્ટ એજન્સીને સાથે રાખીને આ માટે કામ કરી રહી છે. હેરિટેજ મ્યુઝિયમ માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઈ રહી છે અને એનું કામ 2021ની શરૂઆતમાં શરૂ થશે.

Download Our B K News Today App



Related News