સુરતમાંથી છેલ્લા 10 વર્ષમાં 350થી વધુ કિડનીના દાનથી લોકોને નવું જીવન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 17:23:53
  • Views : 348
  • Modified Date : 2020-03-12 17:23:53

 કિડનીના રોગો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે 14મી માર્ચે વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવા છે. સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષમાં 350થી વધુ કિડનીઓનું દાન થયું છે. કિડનીના રોગાનું પ્રમાણ વધી રહ્યું છે. તેની પાછળનું કારણ લોકોમાં તે અંગેની જાગૃતીનો અભાવ હોવાનું મનાય છે. વિશ્વમાં 85 કરોડ લોકો કોઈને કોઈ પ્રકારની કિડનીના રોગથી પીડાતા હોય છે. કિડનીના રોગોની સારવાર ખૂબ જ મોંઘી હોય છે. સુરત શહેરમાં ઘણી સેવાકિય સંસ્થાઓ ડાયલીસીસની સારવાર નિઃશુલ્ક અને ઘણી સંસ્થાઓ નજીવા દરે સારવાર આપે છે. ઘણી સંસ્થાઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ સક્રિય છે. આવા સંજોગોમાં સુરત સમગ્ર રાજ્યમાં કિડની ડોનેશન મામલે સૌથી અવ્વલ છે. છેલ્લા એક દશકામાં સુરત શહેરમાં 350થી વધુ કિડની ડોનેશન થયા છે. કિડની ખરાબ થવાના બે મુખ્ય કારણોમાં ડાયબિટીસ અને હાઈબ્લડ પ્રેસર છે. ડાયબિટીસ અને બ્લડ પ્રેસર અંગે નિયમીત તપાસ કરવામાં આવે તો કિડનીમાં થતા રોગોને અટકાવી શકાય છે. જે વ્યક્તિને ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર તેમજ આ બંને રોગ થયા હોય તેમને નિયમીત દવા લેવી જોઈએ. નિયમીત રીતે ડોક્ટરોનું માર્ગદર્શન લઈ ચેકઅપ કરાવવું જોઈએ.

વર્ષડોનેશનટ્રાન્સપ્લાન્ટ
20061413
2007109
20082018
20091210
20102220
20111211
201244
20131614
20141211
20153425
20165447
20176252
20185347
2019-203532

Download Our B K News Today App



Related News